Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલને રાજીનામું આપ્યું

અમદાવાદ, વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમી જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું, 12મી ડિસેમ્બરે સંભવતઃ શપથવિધિ યોજાશે તેવી શક્યતાઓ  છે. 

આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા માટે પહોંચેલા ભૂપેન્દ્રભાઈ પટેલ, સી. આર. પાટીલ, રૂષીકેશ પટેલ, હર્ષ સંઘવી તેમજ પંકજભાઈ દેસાઈ પહોંચ્યા હતા. Bhupendra Patel reaches Gujarat Governor’s residence to tender his resignation.

ગુજરાતના મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓના રાજીનામાના લેટર રાજ્યપાલને સોંપ્યા હતા. જે રાજ્યપાલે સ્વીકારી લીધા છે.  અને ફરીથી 10 તારીખે એટલે કે શનિવારે રાજ્યપાલને મળીને નવી સરકાર બનાવવા માટેનો પત્ર સોંપશે.

નવી સરકારની રચના થાય ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈ કેરટેકર મુખ્યમંત્રી તરીકે રહેશે. 12 મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

રવિવારે કમલમમાં સવારે 10 વાગે ભાજપના ધારાસભ્યદળની મહત્વની બેઠક થશે. જેમાં બધા જ ધારાસભ્યો ઉપસ્થિત રહેશે અને નવા મંત્રીમંડળ માટે ચર્ચા કરશે.  અને ત્યારબાદ રાજ્યપાલને મળીને નવી સરકારના મંત્રીઓની શપથવિધી માટેની પ્રક્રિયા શરૂ થશે. ભાજપના ગુજરાત અધ્યક્ષ સી. આર. પાટીલે રાજ્યપાલને પત્ર આપી નવા મંત્રીમંડળ સાથે મળવા માટેનો સમય પણ માંગી લીધો છે.

સોમવાર ૧૨ સપ્ટેમ્બરે બપોરે 2 વાગે ગાંધીનગર ખાતે વિધાનસભા નજીક હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર ગુજરાતનું નવું પ્રધાનમંડળ શપથ લેશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે કહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી, જે પી નડ્ડા અને અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં નવા મુખ્યમંત્રી શપથ લેશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપવામાં આવશે.

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.