Western Times News

Gujarati News

સાયક્લોન Mandousએ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું

નવી દિલ્હી, સાયક્લોન Mandous હવે ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને તેની અસર ઘણા રાજ્યોમાં જાેવા મળી રહી છે. તેને જાેતા તમિલનાડુના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એલર્ટ પરના જિલ્લાઓમાં ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ અને કાંચીપુરમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગામી દિવસોમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે સાયક્લોન સ્ટ્ઠહર્ઙ્ઘેજ તોફાની બની ગયું છે.

વરસાદની અસર તમિલનાડુના તમામ પાંચ સબ ડિવિઝન અને આંધ્ર પ્રદેશ સહિત પુંડુંચેરી અને કરાઈકલ, આંધ્ર પ્રદેશના દરિયાઇ વિસ્તાર, કર્ણાટક, કેરળ અને રાયલસીમા સહિતના કેટલાક રાજ્યોને અસર કરશે. આ સિસ્ટમ આજે દરિયાકાંઠાની નજીક પહોંચી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે તે નબળું પડવાની સંભાવના છે, જાે કે આ પહેલા તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે.

તોફાનના કારણે તમિલનાડુમાં વરસાદ ચાલુ રહેશે અને કરાઈકલ, પુંડુંચેરી અને દક્ષિણ કોસ્ટલ આંધ્રપ્રદેશમાં ફેલાઈ જશે. આ વિસ્તારોમાં ૯ ડિસેમ્બરે વરસાદ ચાલુ રહેશે, પરંતુ રાયલસીમામાં પણ વરસાદ જાેવા મળશે. અહીં ૧૦ ડિસેમ્બરે પણ વરસાદ ચાલુ રહેશે અને કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં શરૂ થશે.

૧૧ અને ૧૨ ડિસેમ્બરે પાંચેય સબ ડિવિઝનમાં ભારે વરસાદ પડશે. પુડુચેરીમાં વરસાદને કારણે શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. વરસાદને કારણે તમિલનાડુના થેની જિલ્લા અને કોડાઈકેનાલના સિરુમલાઈ વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

વરસાદને કારણે તમિલનાડુના તૂતુકુડીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તોફાનના કારણે તમિલનાડુ સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને SDRPના ૪૦૦ કર્મચારીઓની બનેલી ૧૨ ટીમો તૈનાત કરવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાં ન જવાનું કહેવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.