Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રસુલપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકનો વય નિવૃત્તિ અભિવાદન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) વીરપુર, વિરપુર તાલુકાના રસુલપુર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શંકરભાઈ ધુળાભાઈ પ્રજાપતિ વયનિવૃત્ત પામતાં આજે પ્રાથમિક શાળા ખાતે ભવ્ય અભિવાદન વિદાય સમારોહ યોજાયો હતો જેમાં તાલુકાના સીઆરસી, બીઆરસી,પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા સેન્ટરના શિક્ષકો, ગ્રામજનો સ્નેહીજનો તેમજ શાળા પરિવાર શિક્ષક ગણ અને વિદ્યાર્થી વાલી મિત્રો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિવાદન સમારોહને દિપાવ્યો હતો.

વય નિવૃત્તિ પામનાર શિક્ષક શંકરભાઈ પ્રજાપતિ શાળા પરિવાર અને ગ્રામજનો અને ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લ દ્વારા ફુલહાર સાફો પહેરાવી શ્રીફળ સાકર હાથમાં આપી સાલ ઓઢાડી હર્ષ ભેર વિદાય આપવામાં આવી હતી. રસુલપુર ગ્રામજનો અને મુકેશભાઇ શુક્લ દ્વારા સન્માનપત્ર અર્પણ કરી નિવૃત્તિ જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરવામાં આવ્યા હતા.વય મર્યાદાના લીધે શિક્ષક તરીકેની જવાબદારી પૂર્ણ થતાં વિદાય લઈ રહેલા શંકરભાઈ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ સહિત આમંત્રિત મહેમાનોનું ભોજન સમારંભ રાખી તમામની પાસેથી અંતરનાં આશીર્વાદ મેળવ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers