Western Times News

Gujarati News

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી

(પ્રતિનિધિ) હાંસોટ, સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અવધિ સમાપ્ત થતાં નવી ટર્મ વર્ષ ૨૦૨૨/૨૩ થી ૨૦૨૫/૨૬ માટે કોઈપણ જાતનાં વાદવિવાદ કે સંઘર્ષ વિના પ્રમુખ, મહામંત્રી, કાર્યવાહક પ્રમુખ, ઉપપ્રમુખો તથા નાણામંત્રી સહિતનાં હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી. આજરોજ બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે ચૂંટણી અધિકારી રાકેશ મહેતા (સી.આર.સી. કો-ઓર્ડિનેટર, સીથાણ) એ સંઘનાં તમામ બિનહરીફ હોદ્દેદારોની જાહેરાત કરી હતી જે નીચે મુજબ છે. પ્રમુખ ઃ બળદેવભાઈ પટેલ (કુદિયાણા પ્રાથમિક શાળા), કાર્યવાહક પ્રમુખ : ગિરીશભાઈ પટેલ (ભગવા પ્રાથમિક શાળા), મહામંત્રી : મહેન્દ્રસિંહ ઠાકોર (બલકસ પ્રાથમિક શાળા), નાણાંમંત્રી : મહેન્દ્રસિંહ ગોહિલ (સાયણ પ્રાથમિક શાળા), ઉપપ્રમુખો ઃ બ્રિજેશ પટેલ (બી.આર.સી.ઓલપાડ), ચિરાગ પટેલ (જીણોદ પ્રાથમિક શાળા), રાજેશ પટેલ (ઓલપાડ બ્રાન્ચ પ્રાથમિક શાળા), પરેશ પટેલ (સી.આર.સી.પિંજરત), મહિલા ઉપપ્રમુખ ઃ શ્રીમતી જાગૃતિબેન પટેલ (કરંજ પ્રાથમિક શાળા)
આ પ્રસંગે સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલે તાલુકાનાં શિક્ષક ભાઈ-બહેનોનો પોતાનાં પર મૂકેલ વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ અમો આજ રીતે ટીમવર્ક સાથે શિક્ષકોનાં પ્રશ્નોને વાચા આપતા રહીશું.

છેલ્લી સાત ટર્મથી બિનહરીફ વરાતી ટીમ ઓલપાડને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.