Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઓલપાડની કુદિયાણા પ્રાથમિક શાળાનાં જિયાન પટેલની ઝળહળતી સિદ્ધિ

(પ્રતિનિધિ) હાંસોટ, સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. સદર સ્પર્ધાનાં ફાઉન્ડેશનલ સ્ટેજ (ધોરણ ૧/૨) વાર્તા કથનમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કુદિયાણા પ્રાથમિક શાળામાં ધોરણ-૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જિયાન અશોકભાઈ પટેલે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા તેમજ તાલુકાનું ગૌરવ વધારેલ છે.

જિયાનની આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળાનાં આચાર્ય વિનોદ પટેલ તથા શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તેમજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers