Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદના ચાઈલ્ડ કાર્ડિયોલોજિસ્ટે પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં યોગદાન આપ્યું

Pramukh Swami Maharaj Centennial Celebrations ahmedabad Gujarat

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ડોક્ટર-એન્જિનિયર સેવામાં જાેડાયાં-૧૪ ડિસે.થી ૧૫ જાન્યુ. સુધી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાવાનો છે-૮૦ હજાર સ્વયંસેવકો દિવસ-રાત જાેયા વગર નગરની તૈયારીઓમાં 

અમદાવાદ, શહેરમાં ૬૦૦ એકર વિસ્તારમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાવાનો છે. ત્યારે હજારો સ્વયંસેવકો છેલ્લા ૨ વર્ષથી પોતાની સેવાનું યોગદાન આપી રહ્યાં છે.

ત્યારે અમદાવાદમાં ૧૨ વર્ષથી ચાઈલ્ડ કાર્ડિયોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટરે પણ પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે. ડોક્ટરે નગર વિકસાવવા ઈંટો ઉપાડી, ખાડાઓ ખોદ્યા, રેતી પાથરી.. આવો જાણીએ આ મહોત્સવમાં સ્વયંસેવકોની સેવાનો મહિમા શું છે.

અમદાવાદમાં આગામી ૧૪ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાવાનો છે. તે માટે શહેરના ઓગણજ નજીક ૬૦૦ એકરમાં એક પ્રમુખ સ્વામીનગર બનાવવામાં આવ્યું છે. આ નગરની મુલાકાત લેનારા માટે અહીં તૈયાર થયેલા પ્રદર્શનો, પ્રતિકૃતિઓ અને યુવાઓ બાળકોની પ્રસ્તુતિઓ તો પ્રેરણારુપ બનશે. પરંતુ આ નગર વિકસાવવા માટે બે વર્ષથી પરસેવો પાડી રહેલા સ્વયંસેવકો અને બીએપીએસ સંસ્થાના સંતોની મહેનત પણ લોકો માટે પ્રેરણારુપ બનશે.

અંદાજે ૮૦ હજાર સ્વયંસેવકો દિવસ-રાત જાેયા વગર નગરની તૈયારીઓમાં લાગેલા છે. તેમાં એક ડોક્ટર પણ સેવા આપી રહ્યા છે.

જી હા, અમદાવાદમાં છેલ્લા ૧૨ વર્ષથી ચાઈલ્ડ કાર્ડિયોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા વિશાલ ચાંગેલા તેમાં સેવા આપવા જાેડાયા છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માટે પ્રમુખ સ્વામીનગર બનાવવા માટે તેઓ પણ છેલ્લા ૬ મહિનાથી સેવામાં લાગેલા છે. હાલ તો તેઓ અહીં પ્રેસ-મીડિયા ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યાં છે,

પરંતુ નગર વિકસતું હતું ત્યારે તેમણે બાંધકામ વિભાગમાં સેવા આપી હતી. જેમાં તેમણે ખાડાઓ ખોદ્યા હતા, જમીનનું લેવલિંગ કરવામાં મદદ કરી હતી. આ ઉપરાંત રેતી પાથરવી, બ્લોક્સ ઉંચકવા અને પાથરવા જેવું કામ કરી સેવા આપી હતી. તેઓનું કહેવું છે કે, મુખ્ય કારણ પ્રમુખ સ્વામીનું જીવન અમારા માટે પ્રેરણારુપ છે. તેથી તેમના શિષ્ય તરીકે કામ કરવામાં કોઈ કામ નાનું લાગતું નથી.

બીજી તરફ, સુરતમાં રહેતી અને આઈટી ડિઝાઈનર યુવતી ગોપી ડોબરીયા પણ સેવા કરવા નોકરી છોડીને અમદાવાદ આવ્યા છે. તેમનું કહેવું છે કે, ‘જે કંપનીમાં તેઓ નોકરી કરતા હતા, તેમાં તેમણે ૪૫ દિવસની રજાની વાત કરી હતી. શરુઆતમાં કંપનીમાંથી રજાની હા પાડી હતી,

પરંતુ જ્યારે રજા લેવાની વાત આવી ત્યારે ના પાડી દીધી હતી. ત્યારે મેં નોકરી છોડી દીધી હતી. અહીં મહોત્સવ પતે નહીં ત્યાં સુધી સેવા આપવાનું નક્કી કર્યું છે. મહંત સ્વામી મહારાજે કીધું છે કે, જે શતાબ્દી મહોત્સવની સેવામાં જાેડાશે તેનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે જેથી જાેબની કોઈ ચિંતા નથી.’

Copyright © All rights reserved. | Developed by Aneri Developers