Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

BAPS: પ્રમુખ સ્વામીનો જીવન સંદેશ વિદેશમાં બેઠેલા ભકતો સુધી પહોંચાડાયો

પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની સંયુક્ત રાષ્ટ્રમાં ઉજવણી

(એજન્સી) ન્યૂયોર્ક, સંયુક્ત રાષ્ટ્રનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક, અમેરિકામાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામીજી મહારાજની જન્મશતાબ્દી સમારંભ અને દેશમાં ચાલી રહેલા આઝાદીના અમૃત મહોત્સવનું સંયુક્ત રીતે આયોજન કર્યું હતું. આ અવસર પર સ્વામીજીના જીવન સંદેશ ત્યાં બેઠેલા લોકો સુધી પહોંચાડ્યો હતો.

દ વર્લ્ડ ઈઝ વન ફેમિલીના સંદેશને લઈને આયોજીત આ સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થાયી પ્રતિનિધિ રુચિરા કાંબોજ, વિવિધ દેશોના રાજદૂત, પ્રતિનિધિ અને બીએપીએસના સ્વયં સેવકો હાજર રહ્યા હતા.

અટલાંટામાં નોર્થસાઈડ હોસ્પિટલ કાર્ડિયોવાસ્કુલર ઈંસ્ટીટ્યૂટમાં બીએપીએસ સ્વયંસેવક અને હ્‌દય રોગ નિષ્ણાંત ડો. કશ્યપ પટેલે સ્વાગત ભાષણ સાથે કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું હતું. જેમાં તેમણે પ્રમુખ સ્વામી મહારાજ, સામાજિક અને આધ્યાત્મ ઉત્થાન માટે માનવીય પ્રયાસો અને તેમના જીવન કાર્યનો પરિચય આપ્યો હતો.

Narayan Sarovar at Pramukh Swami Maharaj’s Birthplace, Chansad, India
Narayan Sarovar at Pramukh Swami Maharaj’s Birthplace, Chansad, India

આ અવસર પર ૨૯ ઓગસ્ટ, ૨૦૦૦ના સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સહસ્ત્રાબ્દી શિખર સંમેલનમાં પ્રમુખ સ્વામી મહારાજના ભાષણનો એક વીડિયો બતાવ્યો હતો. જેમાં તેમણે દુનિયાભરના આધ્યાત્મક પ્રમુખોને અપીલ કરી હતી કે, સમૃદ્ધ વિવિધતાને બનાવી રાખવા માટે એકબીજા સાથે સાર્થક સંવાદ કરે.

સંયુક્ત રાષ્ટ્રના અવર મહાસચિવ મિગુએલ એંજેલ મોરાટિનોસે પોતાના સંબોધનમાં પ્રમુખ સ્વામીજી મહારાજને વિશ્વની કાલાતીત ભાવનાનો મેસેજ આપનારા ગણાવતા કહ્યું કે, હવે એક સાથે આવવાનો સમય થઈ ગયો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers