Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અભિનેતા નાના પાટેકર મિત્રો માટે રસોઈયા બન્યા

મુંબઈ, બોલિવૂડના એવા ઘણાં કલાકારો છે જે આટલા લોકપ્રિય હોવા છતાં જમીન સાથે જાેડાયેલા રહે છે. લાખો-કરોડોમાં ફેન ફોલોવિંગ હોવા છતાં તેઓ સાદું જીવન પસાર કરતા હોય છે. તેમાંથી એક છે નાના પાટેકર.

નાના પાટેકર પોતાની ફિલ્મોની સાથે સાથે અન્ય કારણોસર પણ ચર્ચામાં રહેતા હોય છે. નાના પાટેકર સામાજિક કાર્યો પણ કરતા રહે છે. અત્યારે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નાના પાટેકરની સાદગી અને સરળ અંદાજ જાેવા મળી રહ્યા છે.

નાના પાટેકરે પોતાના મિત્રો સાથે શાનદાર પાર્ટી કરી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ પાર્ટી કોઈ ફાઈવ સ્ટાર હોટલમાં નહીં, આકાશની નીચે જમીન પર બેસીને કરી હતી.

આટલુ જ નહીં, જમવાની વ્યવસ્થા નાના પાટેકરે પોતે કરી હતી. નાના પાટેકર રસોઈયા બની ગયા હતા. તેમણે પોતાના મિત્રો માટે નોનવેજ વાનગી રાંધી હતી. નાના પાટેકર જમીન પસ બેસીને લાકડી સળગાવીને ચૂલા પર રાંધતા જણાઈ રહ્યા છે.

વીડિયોમાં તમે જાેઈ શકશો કે નાના પાટેકર એક સ્ટૂલ પર બેઠા છે. તેમણે ખભા પર ગમછો મૂક્યો છે અને કઢાઈમાંથી શાક થાળીમાં નીકાળીને પોતાના મિત્રોને આપી રહ્યા છે. વીડિયો જાેઈને તો લાગી રહ્યું છે કે તે નોન-વેજ વાનગી પાયાની જયાફત માણી રહ્યા છે.

વીડિયોમાં બીજા પણ અનેક લોકો દેખાઈ રહ્યા છે, જે જમવા બેઠા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો જાેઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

લોકો અભિનેતાની સાદગીના વખાણ કરી રહ્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો નાના પાટેકરની ફિલ્મ તડકા તાજેતરમાં જ ઓટીટી પર રીલિઝ થઈ છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઢીી૫ પર રીલિઝ થઈ હતી. ફિલ્મમાં નાના પાટેકર સાથે અલી ફઝલ, તાપસી પન્નુ અને શ્રિયા સરન જેવા એક્ટર્સ પણ લીડ રોલમાં જાેવા મળ્યા હતા. ફિલ્મ દર્શકોને પસંદ આવી હતી અને તમામ કલાકારોના કામના વખાણ થયા છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers