Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૨૦૨૨માં દિલ્હીમાં ડેન્ગ્યુના ૩૮૫૭ કેસ સામે આવ્યા

નવી દિલ્હી, દિલ્હીમાં ડેન્ગ્યુના કેસ ઓછા થઈ રહ્યા નથી. દિલ્હીમાં ગયા અઠવાડિયે ડેન્ગ્યુના ૨૬૨ કેસ સામે આવ્યા છે. આ સાથે વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધી ડેન્ગ્યુના ૩૮૫૭ કેસ સામે આવી ચૂક્યા છે. જાેકે, રાહતની વાત એ છે કે કોઈ મોત થયા નથી. અગાઉ નવેમ્બર મહિનામાં કુલ ૧૪૨૦ ડેન્ગ્યુના કેસ મળ્યા હતા. ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના ૧૨૩૮ દર્દી મળ્યા હતા.

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ડેન્ગ્યુના ૨૩, ફેબ્રુઆરીમાં ૧૬, માર્ચમાં ૧૨, એપ્રિલમાં ૨૦, મે માં ૩૦, જૂનમાં ૩૨, જુલાઈમાં ૨૬, ઓગસ્ટમાં ૭૫, સપ્ટેમ્બરમાં કુલ ૬૯૩ દર્દી મળ્યા હતા. અગાઉ ૨૦૨૧માં ઓક્ટોબરના મહિનામાં દિલ્હીમાં ડેન્ગ્યુના ૧૧૯૬ કેસ સામે હતા. નવેમ્બર મહિનામાં ૬૭૩૯ અને ડિસેમ્બર મહિનામાં ૧૩૩૭ કેસ મળ્યા હતા. આંકડા અનુસાર વર્ષ ૨૦૧૭ બાદ ૨૦૨૨ની વચ્ચે દિલ્હીમાં ઓક્ટોબર મહિનામાં સૌથી ઓછા કેસ ૨૦૨૦માં નોંધાયા હતા, ત્યારે ડેન્ગ્યુના કુલ ૩૪૬ દર્દી મળ્યા હતા. દિલ્હીમાં આ વર્ષે સૌથી ઓછા ડેન્ગ્યુના કેસ ફેબ્રુઆરીના મહિનામાં મળ્યા હતા ત્યારે ૧૬ દર્દી મળ્યા હતા.

વર્ષ ૨૦૧૯માં ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના ૭૮૭, ૨૦૧૮માં ૧૧૧૪ અને ૨૦૧૭માં ૨૦૨૨ કેસ મળ્યા હતા. સમગ્ર વર્ષની વાત કરીએ તો ૨૦૧૭માં ૪૭૨૬, ૨૦૧૮ માં ૨૭૯૮. ૨૦૧૯માં ૨૦૩૬, ૨૦૨૨માં ૧૦૭૨, ૨૦૨૧ માં ૯૬૧૩ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા હતા.
છેલ્લા ૬ વર્ષમાં દિલ્હીમાં ડેન્ગ્યુથી સૌથી વધારે મોત ૨૦૨૧માં થયા હતા એ વર્ષમાં ૨૩ લોકોના મોત નીપજ્યા હતા. ૨૦૧૭માં ૧૦, ૨૦૧૮ માં ૪. ૨૦૧૯માં ૨, ૨૦૨૦માં એક દર્દીનું મોત નીપજ્યુ હતુ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers