રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટતાં કોહલી ભાવુક થયો

કતાર, ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં પોર્ટુગલની ટીમને મોરોક્કોએ ૧-૦થી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પોર્ટુગલ વર્લ્ડ કપમાંથી બહાર થતાંની સાથે જ રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું. મોરોક્કોથી હાર બાદ રોનાલ્ડો પણ રડતો જાેવા મળ્યો હતો. વાસ્તવમાં, મોરોક્કો સામેની મેચમાં, રોનાલ્ડોને શરૂઆતમાં મેદાનમાં ઉતારવામાં આવ્યો ન હતો, જાે કે તે ચોક્કસપણે બીજા હાફમાં મેદાન પર ઉતર્યો હતો પરંતુ આ ખેલાડી કઇ ખાસ કરી શક્યો નહોતો.
હાર બાદ રોનાલ્ડો ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી અને લખ્યું, વર્લ્ડ કપમાંથી બહાર થવું એ એક તૂટેલા સપના જેવું છે. પોર્ટુગલના કોચની ઘણી ટીકા થઈ હતી.
આ વચ્ચે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પોર્ટુગલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. રોનાલ્ડોના સમર્થનમાં વાત કરતા કોહલીએ લખ્યું કે, ‘તમે આ રમત માટે અને વિશ્વભરના સ્પોર્ટ્સ ચાહકો માટે જે કર્યું છે તેનાથી કોઈ ટ્રોફી અથવા કોઈપણ ટાઇટલ તમારા સામે કંઇ જ નથી. તમે લોકો પર જે અસર કરી છે અને જ્યારે અમે તમને મેદાનમાં રમતા જાેઈએ છીએ ત્યારે હું અને વિશ્વભરના ઘણા લોકો શું અનુભવે છે તેનું કોઈ વર્ણન કરી શકતું નથી. તે ભગવાનની ભેટ છે. એક એવા માણસ માટે એક વાસ્તવિક આશીર્વાદ જે દરેક વખતે પોતાના દિલથી રમે છે. તમે મારા માટે સર્વકાલીન મહાન છો.’ કોહલીની આ પોસ્ટ ફૂટબોલના ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને ચાહકો માટે એક ખાસ સંદેશ પણ લખ્યો હતો. રોનાલ્ડોએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “અત્યારે કહેવા માટે વધુ કંઈ નથી. આભાર પોર્ટુગલ. આભાર કતાર …સપનું સારું હતું જ્યારે તે ચાલ્યું હતું… હવે માત્ર આશા રાખીએ છીએ કે, હવામાન સારો સલાહકાર બની રહેશે અને દરેકને તેમના પોતાના તારણો કાઢવાની મંજૂરી આપશે. તે વિવાદો પર પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી.
હું ઈચ્છું છું કે તમે બધા જાણો કે ઘણું કહેવામાં આવ્યંગ છે, ઘણું લખવામાં આવ્યું છે, ઘણું અનુમાન કરવામાં આવ્યું છે, પરંતુ પોર્ટુગલ પ્રત્યેની મારી નિષ્ઠા એક ક્ષણ માટે પણ બદલાઈ નથી, હું હંમેશા બધાના હેતુ માટે લડતો રહું છું અને હું ક્યારેય પોતાના દેશથી અને સહયોગીઓથી પીઠ ફેરવીશ નહીં. સપનું તૂટ્યું ન હતું ત્યાં સુધી બધું સારું હતું.”