Western Times News

Gujarati News

કાબુલમાં એક પછી એક બે બોમ્બ વિસ્ફોટ થયા

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે બે જાેરદાર વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટ ચીનના નાગરિકોની ઉપસ્થિતિ વાળા વિસ્તારોમાં થયા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં ખૂબ જ મોટો અવાજ આવ્યો હતો. બોમ્બ વિસ્ફોટ થવા ઉપરાંત અહીં બંદૂકો ચાલવાનો અવાજ પણ સાંભળવા મળ્યો હતો. જે સ્થળે આ ઘટના બની છે તે ખૂબ જ સઘન સુરક્ષા વ્યવસ્થા ધરાવતો વિસ્તાર છે. મળતી માહિતી પ્રમાણે હુમલાખોરોએ ચીનના નાગરિકો જ્યાં રહે છે તે હોટેલને નિશાન બનાવી છે.

જે સ્થળ પર આ બોમ્બ વિસ્ફોટ થયો હતો તે કાબુલ લોંગન હોટલ છે. અહીં એક મલ્ટીસ્ટોરી કોમ્પ્લેક્ષ છે. અહીં અફઘાનિસ્તાનમાં આવતા ચીનના નાગરિકો રોકાય છે. અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝે પણ આ વિસ્ફોટને લઈ પુષ્ટી કરી છે. શહર-એ-નવાના નિવાસીઓએ અહીં વિસ્ફોટ અને મોટાપાયે ફાયરિંગ થયાની વાતને સ્વીકારી છે. જાેકે ઘટનાને લઈ હજુ સુધી સુરક્ષા અધિકારીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલીબાન સત્તામાં આવ્યા બાદ મોટાપાયે ચીનના વેપારીઓ અહીં આવી રહ્યા છે. તેઓ બેઈજીંગે પણ તાલીબાનને સત્તાવાર રીતે માન્યતા નહીં આપવા છતાં અહીં પોતાની એમ્બેસી યથાવત રાખી છે. બીજી બાજુ અફઘાનિસ્તાનના પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળ પર પહોચી ગઈ છે અને હોટેલને ચોતરફથી ઘેરી લીધી છે.

મળતી માહિતી પ્રમાણે હુમલાખોરો ફાયરિંગ કરતાં કરતાં હોટેલની અંદર જતા રહ્યા હતા. ત્યારબાદ તેમણે વિસ્ફોટ કર્યાં હતા. આ હુમલાખોરો હોટેલમાં રહેલા લોકોને બંધક બનાવવા ઈચ્છતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે આજે, કાબુલમાં ચીનના રાજદૂત વાંગ યુએ પરસ્પરના હિત મુદ્દે ચર્ચા કરવા માટે ઉપવિદેશ મંત્રી શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેંકઝઈ સાથે મુલાકાત કરી. ચીનના રાજદૂતે અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ તથા વ્યવસ્થાને લઈ સંતોષ વ્યક્ત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.