Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ભીડમાં રડી રહેલા બાળક તરફ પડી રણવીરની નજર

મુંબઈ, બોલિવૂડ એક્ટર રણવીર સિંહ રવિવારે મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. ત્યારે આ ઘટનાનો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. રણવીર સિંહને કારણે ત્યાં ભારે ભીડ હતી અને આ ભીડમાં એક નાનકડો છોકરો રડતો હતો જેને અભિનેતા રણવીર સિંહે તરત જ તેડી લીધો હતો.

ફેન્સ રણવીર સિંહના આ કામના વખાણ કરતા થાકતા નથી. રણવીર સિંહે મલાડમાં આયોજિત ફિલ્મ ‘સર્કસ’ની પ્રમોશનલ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે પોતાની ફિલ્મના ગીત પર સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. ભીડમાં ક્યાંકથી એક નાનું બાળક રડતું રડતું પહોંચ્યું ત્યારે લોકોની નજર તેના પર અટકી ગઈ હતી. રણવીરે તરત જ ભીડમાં ફસાયેલા બાળકને તેડી લીધો કે જેથી તે ગભરાઈ ના જાય.

રણવીર ઇવેન્ટમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે જ તેની નજર આ બાળક પર પડી. હવે રણવીરના ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને જાેઈને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. ચાહકો રણવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે.

હિટ ફિલ્મમેકર રોહિત શેટ્ટીની અપકમિંગ કોમેડી ફિલ્મ સર્કસનું ટ્રેલર આવી ગયું છે. જે મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના નાટક કોમેડી ઓફ એરર્સ પર આધારિત છે. ‘સર્કસ’માં એક્ટર રણવીર સિંહ, પૂજા હેગડે, જેક્લીન ફનાર્ન્ડિઝ, જ્હોની લીવર, સંજય મિશ્રા, વરુણ શર્મા મુખ્ય રોલમાં જાેવા મળશે.

ફિલ્મ ‘સર્કસ’ તારીખ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૩એ રિલીઝ થશે. બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને પ્રોડક્શન હાઉસ સાથે જાેડાયેલા એક સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, રણવીર સિંહે યશરાજ ફિલ્મ્સ સાથે છેડો ફાડવાનો ર્નિણય લીધો છે.

અત્યાર સુધી યશરાજ બેનરની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની જ રણવીર સિંહનું કામ જાેતી હતી. ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહે આ કંપનીના બેનર હેઠળ બનેલી ફિલ્મ બેન્ડ બાજા બારાત સાથે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો અને તેને રાતોરાત લોકપ્રિયતા મળી હતી.

ત્યારપછી તો રણવીર સિંહે પાછળ વળીને નથી જયું. આજે તેની ગણતરી સ્ટાર એક્ટર્સમાં થાય છે. તાજેતરમાં પણ તે યશ રાજ ફિલ્મ્સની જયેશભાઈ જાેરદારમાં જાેવા મળ્યો હતો, પરંતુ તે ફિલ્મ ફ્લોપ થઈ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, રણવીર સિંહના કરિયરને આકાર આપવામાં યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરાનો મોટો હાથ હતો.

યશરાજની ફિલ્મોને કારણે રણવીર સિંહને ઈન્ડસ્ટ્રીમાં ઓળખ મળી અને તેણે પોતાનું એક સ્થાન બનાવ્યું. વર્ષ ૨૦૧૦માં રણવીર સિંહને ફિલ્મોમાં આવવાની તક આ જ કંપનીએ આપી હતી. પરંતુ પ્રાપ્ત જાણકારી અનુસાર, યશરાજની ટેલેન્ટ કંપની હવે રણવીર સિંહનું કામ નહીં સંભાળે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers