Western Times News

Gujarati News

સલમાન પૂજા હેગડેને ડેટ કરતો હોવાની વાત મિત્રોએ ફગાવી

મુંબઈ, ૫૬ વર્ષની ઉંમરે પણ સલમાન ખાન સિંગલ છે. તે ક્યારે પરણશે અને તેની દુલ્હનિયા કોણ બનશે તેની રાહ જાેઈને ફેન્સ પણ હવે તો થાક્યા છે. થોડા દિવસ પહેલા તેવા રિપોર્ટ્‌સ હતા કે ‘દબંગ ખાન’ તેની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાનની કો-એક્ટ્રેસ અને સાઉથ બ્યૂટી પૂજા હેગડેને ડેટ કરી રહ્યો છે અને કોઈ ખાસ સ્થળે એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.

આ વાત જાણીને ફેન્સની ખુશીનું કોઈ ઠેકાણું રહ્યું નહોતું અને આખરે પોતાના ફેવરિટ એક્ટરને મનગમતી કોઈ મળી ગઈ તેનાથી ઉત્સાહિત થયા હતા. જાે કે, તેમની આ ખુશી વધારે ટકી નહીં. કારણ કે, સલમાનના નજીકના મિત્રોનું કહેવું છે કે, સલમાન અને પૂજા વચ્ચે તેવું કંઈ જ નથી તેવી ચર્ચા ચાલી રહી છે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં પહેલા સલમાન ખાનનો એક ફ્રેન્ડ હસવા લાગ્યો હતો અને કહ્યું હતું ‘જે લોકો આવી વાહીયાત ખબર ફેલાવી રહ્યા છે, તેમને શરમ આવવી જાેઈએ. પૂજા સલમાનની દીકરીની ઉંમરની છે. તેઓ એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હોવાથી કેટલાક મૂર્ખને લાગ્યું કે, ફિલ્મ માટે પબ્લિસિટી સારી રહેશે.

પરંતુ આ શરમજનક વાત છે. સલમાન ખાને આ પ્રકારની અફવાને દબાવી કેમ નહીં? ‘સલમાનને ફરક નથી પડતો. તેના વિશે ઉડતી રહેતી અફવા પર તે રિએક્ટ કરતો નથી’, તેમ તેના અન્ય એક મિત્ર અને ફિલ્મમેકરે કહ્યું હતું. આ ખરાબ અફવા ફેલાયા બાદ, એક તુલુગુ સ્ટાર તેમના આગામી પ્રોજેક્ટ તેના આગામી પ્રોજેક્ટ માટે કેટલીક લીડ એક્ટ્રેસિસના નામ પર વિચારણા કરી રહ્યો હતો.

જ્યારે પૂજા હેગડેનું નામ સૂચવવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું ‘હા, પરંતુ મેં સાંભળ્યું છે કે તે સલમાન ખાનને ડેટ કરી રહી છે. ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની વાત કરીએ તો, તેમાં સલમાન ખાન અને પૂજા હેગડે સિવાય સિદ્ધાર્થ નિગમ, રાઘવ જુયાલ અને શહેનાઝ ગિલ જેવા કલાકારો પણ છે.

એક્ટર પાસે આ સિવાય કબીર ખાનની ‘ટાઈગર ૩’ છે, જેમાં તે ફરી એકવાર કેટરીના કૈફ સાથે રોમેન્સ કરતો દેખાશે તો ઈમરાન હાશ્મી પણ લીડ રોલમાં છે. તે શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની આવતા વર્ષે રિલીઝ થનારી ફિલ્મ ‘પઠાણ’માં કેમિયો કરતો દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.