Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બર્થ ડે પહેલા કથિત બોયફ્રેન્ડ રોહન સાથે થાઈલેન્ડ પહોંચી અંશુલા

મુંબઈ, અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરનો ૨૯મી ડિસેમ્બરે બર્થ ડે છે અને આ પહેલા તે સ્ક્રીનરાઈટર અને કથિત બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે બેંગ્કોકમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. જ્યાં તેઓ બંને કેટલાક મિત્રો સાથે મરુન ૫ના કોન્સર્ટમાં પણ ગયા હતા.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અંશુલાએ ફેન્સ સાથે કોન્સર્ટમાંથી કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાંથી એક તસવીર રોહન સાથેની પણ હોવાથી બંને વચ્ચે ખરેખર કંઈક રંધાઈ રહ્યું હોવાની વાતને જાેર મળ્યું છે. પોસ્ટમાં તે વ્હાઈટ કલરના ટ્યુબટોપ અને ડેનિમમાં જાેવા મળી, આ સાથે તેણે સ્લિંગ બેર કેરી કરી છે અને વાળ બાંધીને રાખ્યા છે.

અંશુલા કપૂરે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે ભારે ઉત્સાહ સાથે બર્થ ડે મંથની શરૂઆત!! ખૂબ ડાન્સ કર્યો, એટલો થાક લાગ્યો કે સવારે ૧ વાગ્યે ફૂટ મસાજની જરૂર પડી!! સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું કોર્સેટ પહેરીશ અને તેમા આટલી મજા આવશે. આટલા જલસા ક્યારેય નથી કર્યા.

બકેટ લિસ્ટ ગોલ્સ #Maroon5 #AboutLastNight. ઓથર માલિની અગ્રવાલે લખ્યું છે તું ખૂબ હોટ લાગે છે’, પ્રિયાંક શર્માએ વ્હાઈટ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું છે, તો કાકા સંજય કપૂરે લખ્યું છે ‘હંમેશા આ જ રીતે ખુશ રહેજે. આ સિવાય ફેન્સે પણ તેના લૂકના વખાણ કરતાં ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે અને તેને સ્ટનિંગ તેમજ ગોર્જિયસ કહી છે.

થોડા દિવસ પહેલા જ અંશુલા કપૂર અને રોહન ઠક્કરનું અફેર ચાલી રહ્યું હોવાના અહેવાલ ફરતાં થયા હતા. રિપોર્ટ્‌સ પ્રમાણે, આ વર્ષની શરૂઆતથી કપલે ઓફિશિયલી ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અંશુલાનો પરિવાર રોહન વિશે જાણે છે અને તેને પસંદ કરે છે.

અંશુલા અને રોહન અવારનવાર વેકેશન પર જતાં જાેવા મળે છે. બંને ટૂંક સમયમાં પોતાના સંબંધને આગળ વધારે તો નવાઈ નહીં. અંશુલા અને રોહન એકબીજા સાથે ખૂબ ખુશ છે. ગત મહિનાની શરૂઆતમાં તેઓ ગોવાની ટ્રિપ પર ગયા હતા અને તે પહેલા લંડન ગયા હતા.

જાે કે, આ વિશે અંશુલાને પૂછતાં તેણે હા કે ના નહોતી પાડી અને મીડિયા સાથે આ મુદ્દે કોઈ વાત ન કરવા માગતી હોવાનું કહ્યું હતું. જણાવી દઈએ કે, અંશુલા બોની કપૂર અને તેમના પહેલા પત્ની મોનાની દીકરી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers