Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આથિયા શેટ્ટી ૨૧થી ૨૩ જાન્યુઆરી સુધી લગ્નની તારીખ નક્કી કરી શકે છે

મુંબઈ, બોલીવુડના દિગ્ગજ એક્ટર સુનીલ શેટ્ટીની દિકરી અને બોલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ભારતીય ટીમના ઓપનર બેટ્‌સમેન કેએલ રાહુલના લગ્નને લઇને હલચલ મચી છે. કપલના લગ્નને લઇને પાછલા ઘણા સમયથી કોઇને કોઇ અપડેટ્‌સ સામે આવતી રહે છે.

આ અપડેટ્‌સથી એક વાત તો નક્કી છે કે આથિયા અને કેએલ લગ્ન કરીને પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કરવા માટે તૈયાર છે. એવી ચર્ચા છે કે લવબર્ડ્‌ઝે ૨૧થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ સુધી પોતાના લગ્નના ફંક્શનને ફિક્સ કરી દીધા છે. જાે રિપોર્ટ્‌સનું માનીએ તો, સુનીલ શેટ્ટી અને તેની પત્ની માનાએ તેમની લાડલીના લગ્ન જાન્યુઆરી ૨૦૨૩ ના ચોથા સપ્તાહમાં ક્રિકેટર કેએલ રાહુલ સાથે નક્કી કરશે.

આ ધમાકેદાર લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે. કપલના લગ્નના તમામ ફંક્શન સુનીલ શેટ્ટીના ઘરે યોજાશે. શેટ્ટી પરિવારના ઘરે આ પહેલા લગ્ન છે, તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં ગ્રાન્ડ લેવલ પર રિસેપ્શન કરવામાં આવશે.

એક રિપોર્ટમાં કેએલ રાહુલના પરિવારની નજીકના એક સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કપલ ડિસેમ્બરના અંત સુધીમાં તેમના પરિવાર અને મિત્રોને ઇન્વિટેશન મોકલશે અને તેમને ૨૧ થી ૨૩ જાન્યુઆરી સુધી તેમની ડેટ્‌સ બ્લોક કરવા કહેશે. આવી સ્થિતિમાં કપલના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે.

જાે કે, આથિયા શેટ્ટીના પરિવારે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી કારણ કે તેઓએ આ વિશે કંઈ ન કહેવાનું નક્કી કર્યું છે. રિપોર્ટમાં કથિત રીતે એવું પણ કહેવામાં આવ્યું છે કે આથિયા અને રાહુલના લગ્ન ખૂબ જ ભવ્ય સાઉથ ઇન્ડિયન રીત રિવાજથી થશે. તેમાં હલ્દી, મહેંદી, સંગીત અને લગ્નનો પણ સમાવેશ થાય છે. સુનીલ અને માના ખંડાલા હાઉસ ‘જહાં’માં લગ્નનું ફંક્શન યોજાય તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ પાપારાઝી સાથે વાત કરતી વખતે સુનીલે લગ્નના સમાચારની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, જલ્દી જ થશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers