Western Times News

Gujarati News

બે વર્ષ બાદ અમદાવાદમાં ભવ્ય કાંકરિયા કાર્નિવલ યોજાશે

અમદાવાદ, દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીના ૨ વર્ષ બાદ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શોનું આયોજન થશે. ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન થશે. વર્ષ ૨૦૦૮થી અમદાવાદદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન બે વર્ષ કાર્નિવલ બંધ રાખવામાં આવ્યો હતો. દર વખતની જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધઘાટન કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં આગામી કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો મામલે મહત્વનો ર્નિણય લેવાયો છે. કોરોના કાળના ૨ વર્ષ બાદ શહેરીજનોના ખાસ બન્ને કાર્યર્ક્મ અત્યંત ધામધૂમથી ઉજવાશે. જ્યારે ફલાવર શો આગામી ૩૧ ડિસેમ્બરથી શરૂ કરવાનું આયોજન છે. ઉદ્‌ઘાટન માટે મુખ્યમંત્રીનો સમય મેળવવાનો તંત્રનો પ્રયાસ ચાલી રહ્યો છે.

દર વર્ષે AMC કાંકરિયા કાર્નિવલ અને ફ્લોવર શો અલગ અલગ થીમ પર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ફલાવર શો G20 સમિટ, આઝાદી અમૃત કાળ, આયુર્વેદિક, સ્પોર્ટ્‌સ સહિતની થીમ પર યોજાશે. જેમાં ૨૦૦ થી વધુ પ્રજાતિના ૫ લાખથી વધુ દેશી વિદેશી ફૂલ છોડ જાેવા મળશે. ભીડ નિયંત્રણ માટે પ્રવેશ ફી લેવાશે. એટલું જ નહીં, ફ્લાવર શો દરમ્યાન રૂ.૩૦ પ્રવેશ ફી નક્કી કરાઈ છે. પરંતુ ૧૨ વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

મહત્વનું છે કે, સરદાર બ્રિજથી એલિસબ્રિજ વચ્ચેના ઇવેન્ટ સેન્ટર-ફલાવર ગાર્ડનમાં ફલાવર શો યોજાશે. આ વખતે પણ ૨૦થી વધુ સેલ્ફી પોઇન્ટ, વિવિધ પશુ પંખી અને વિષયના આકર્ષક ફલાવર સ્કલ્પ્ચર આકર્ષણના કેન્દ્ર રહેશે. ફલાવર શો દરમ્યાન બપોરે ૨ વાગ્યાથી અટલ બ્રિજ સંપૂર્ણ બંધ રહેશે. ભીડને નિયંત્રિત કરવાના હેતુથી અટલ બ્રિજ બંધ કરવાનો ર્નિણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલો કાંકરીયા કાર્નિવલ શહેરની ઓળખ બની ગયો છે. હંમેશની જેમ વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલના મુખ્ય આકર્ષણોમાં જાણીતા કલાકારોના સંગીત કાર્યક્રમ, લોક નૃત્યો, ડોગ શો, હોર્સ શો, રોક બેન્ડ, હાસ્ય દરબાર, લેસર શો, પપેટ શો અને આતશબાજીનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.