Western Times News

Gujarati News

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખર્ચમાં ૧૦૦૦ કરોડનો થયો વધારો

અમદાવાદ, જમીન સંપાદનને લગતા લાંબા સમયગાળાથી પડતર પ્રશ્નને લીધે મુંબઈ-અમદાવાદા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળના ખર્ચમાં રૂપિયા ૧,૦૦૦ કરોડનો વધારો થયો છે, તેમ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડએ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં આ માહિતી આપી છે.

કેન્દ્ર તથા NHSRCL વતી ઉપસ્થિત રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સંઘએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા ૧ લાખ કરોડનો ખર્ચ થવાનો આંદાજ છે.

૫૦૮ કિમી મુંબઈ-અમદાવાદ લુબેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિક્રોલી ખાતે ૧૦ એકર પ્લોટના હસ્તાંતરણ માટે સપ્ટેમ્બર,૨૦૨૨માં આપવા સંબંધિત બાબતને ગોદરેજ એન્ડ બોઈસ મેન્યુફેક્ચરિંગ કો.લિમિટેડ દ્વારા અરજી કરીને પડકારવામાં આવી હતી.

આ અરજી અંગે હાઈકોર્ટે સુનાવણી પૂરી કરી લીધી અને હવે આ કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. સિંઘે દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કરતા પ્રોજેક્ટને લગતી પબ્લિક યુટીલિટી તરફ ધ્યાન દોર્યું હતું અને કોર્પોરેશનનું એક સોગંદનામુ રજૂ કરતા જણાવ્યું હતું કે અરજદારની જમીનને હસ્તગત કરવાને લગતો પ્રશ્ન લાંબા ગાળાથી પડતર છે અને NHSRCL બે વખત (વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૧માં) અંડરગ્રાઉન્ડ ટર્નલિંગને લગતી કામગીરીના ટેન્ડરને રદ્દ કર્યાં હતા, જેને પરિણામે આ પ્રોજેક્ટ પાછળના ખર્ચમાં ઓછામાં ઓછો રૂપિયા ૧૦૦૦ કરોડનો વધારો થયો છે.

આ સાથે ગોદરેજના વકીલ નવરોઝ સીરવાઈએ હાઈકોર્ટને માહિતી આપી હતી કે તે ૩ જાન્યુઆરી,૨૦૨૩ના રોજ આ અંગેજની દલીલો સંબંધિત નોંધ રજૂ કરશે. કેન્દ્રએ જણાવ્યું હતુ કે મુંબઈ-અમદાવાદ વચ્ચે મુસાફરીનો સમય ઘટીને ફક્ત ૧ કલાક અને ૫૮ મિનિટ થઈ જશે, જે વર્તમાન સમયમાં સામાન્ય ટ્રેનમાં ૬ કલાક અને ૩૫ મિનિટ જેટલો થાય છે. તે વર્ષ ૨૦૫૩ સુધીમાં ૯૨,૦૦૦ મુસાફરોને સેવા પૂરી પાડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.