Western Times News

Gujarati News

ચીનથી પરત ફરેલો ભાવનગરનો વેપારી કોરોના પોઝીટીવ

(એજન્સી)ભાવનગર, ચીનમાં કોરોનાથી સર્જાયેલી તબાહી વચ્ચે ભારતમાં પણ ચિંતા વધી છે. ચીનથી ગુજરાતના ભાવનગર પરત ફરેલા એક વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો છે. હવે તેમના સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે.

૩૪ વર્ષીય બિઝનેસમેન કામ માટે ચીન ગયા હતા. ૧૯ ડિસેમ્બરે ભારત પરત ફર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાં તે પોઝિટવ નીકળ્યો હતો. ભાવનગરમાં ચીનથી આવેલા બિઝનેસમેનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પીડિત યુવકને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.

આ યુવાનના પોઝિટિવ લક્ષણો જણાતા બીએફ.૭ ટેસ્ટ માટે સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યું છે. બે દિવસ પહેલા એક ૩૪ વર્ષીય યુવક ચીનથી ભાવનગર આવ્યો હતો. તેની સાથે ફ્લાઇટમાં આવેલા લોકોનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. યુવક શાંઘાઈ, હોંગકોંગ અને મુંબઈ થઈને ભાવનગર આવ્યો હતો.

ગુજરાત સરકારે હવે અન્ય દેશોમાંથી રાજ્યમાં આવતા મુસાફરોની ફરજિયાત તપાસ કરવાનો આદેશ આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.