Western Times News

Gujarati News

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પરથી દારૂના જથ્થા સાથેનું આઇસર ઝડપાયું

પ્રતિકાત્મક

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથકોએથી ઇંગ્લિશ દારૂ ઘુસાડવાની બુટલેગરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની એલસીબી શાખાના પી.આઇ.-વી.વી. ત્રિવેદી અને અજયસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપરથી ઝાલાવાડમાં દારૂ ઘુસાડવામાં આવે એ પહેલા જ બાતમીના આધારે દારૂ ભરેલી આઇશર પકડી પાડવામાં આવી હતી. અને આઇશરમાં તપાસ હાથ ધરવામાં આવતા ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ મથકનું બિલ્ડીંગ વિદેશી દારૂથી ભરાઈ ગયું અને આટલો મોટો જંગી જથ્થો સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકામાં ઘુસાડાય એ પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિકક્ષક હરેશ દુધાતની સુચના અનુસાર નેશનલ હાઇવે ઉપર પેટ્રોલિંગ હાથ ધરી અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી શાખા દ્વારા આઇસર ભરીને આવતો દારૂ ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો છે.

હાલમાં ૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે, ત્યારે જિલ્લાના નેશનલ હાઇવે ઉપરથી ઉજવણી માટે અને વિવિધ ગામો અને શહેરોમાં પહોંચાડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપરથી દારૂની મોટી હેરાફેરી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ નેશનલ હાઈવે ઉપર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા કડક કામગીરી કરવાની સૂચનાઓ આપી હતી. અને જેની સૂચનાઓ અનુસાર હાલમાં ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર મોટી માત્રામાં દારૂ ઝડપાઈ ગયો છે.

અને ઝાલાવાડમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે જ્યાં જ્યાં પહોંચાડવામાં આવવાનો હતો, તે દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. અને હાલમાં ધ્રાંગધ્રા ખાતે આ દારૂ ભરેલું આઇસર સોંપવામાં આવ્યું છે. અને રૂ. ૩૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું હાલમાં જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.