Western Times News

Gujarati News

MLAના બંગલામાં કોલેજીયન વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર

ભોપાલ, રાજધાની ભોપાલમાં મુખ્યમંત્રીના આવાસની નજીક સ્થિત પૂર્વ મંત્રીના બંગલામાં સ્જીઝ્રના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી. આ કેસ ઓમકાર સિંહ મરકામ સાથે સંબંધિત છે, જેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા અને હાલમાં ડિંડોરીના ધારાસભ્ય છે.

આ બંગલો શ્યામલા હિલ્સ પાસે સ્થિત પ્રોફેસર કોલોનીમાં છે. શ્યામલા હિલ્સ પોલીસના સ્ટેશન હાઉસ ઓફિસરે જણાવ્યું કે તેમને માહિતી મળી હતી કે ડિંડોરીના ધારાસભ્યના બંગલામાં રહેતા એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને એક લાશ પાસેથી એક પણ ચિટ્‌ઠી મળી જેમાં વિદ્યાર્થીએ પોતાની બીમારીનું કારણ જણાવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કેન્સરથી પીડિત હતા. ૨૨ વર્ષીય તીરથ સિંહ ડિંડોરી જિલ્લાના શ્યામ સિંહનો પુત્ર હતો. તે રવિન્દ્ર ભવનની સામે આવેલા ડિંડોરીના ધારાસભ્ય ઓમકાર સિંહ મરકામના બંગલામાં રહીને એમએસસીનો અભ્યાસ કરતો હતો. તીરથની સાથે ડિંડોરીનો જયસિંહ પણ રહે છે.

પોલીસે જણાવ્યું કે મૃતક તીરથ સિંહના સાથી જય સિંહે જણાવ્યું કે તીરથ બંગલાના પાછળના રૂમમાં રહેતો હતો. જય મોડી રાત્રે પાણી પીવા માટે સામેના રૂમમાં ગયો ત્યારે તીરથ તેને દેખાયો નહીં. તેણે રૂમમાં ડોકિયું કર્યું તો તેણે તીરથને બેભાન જાેયો. તીરથને જાેઈને જય ગભરાઈ ગયો અને તરત જ પોલીસને જાણ કરી.

જેથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસનો મળેલી ચિટ્‌ઠીમાં વિદ્યાર્થીએ એવો ઉલ્લેખ કર્યો છે કે, હવે દર્દ સહન નથી થતું એટલે જાઉં છું. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર છેલ્લા દિવસોથી ચાલી રહ્યું હતું, સત્ર સમાપ્ત થયા બાદ ધારાસભ્ય ઓમકાર સિંહ મરકમ તેમના મતવિસ્તાર ડિંડોરી ગયા હતા, તેમના ગયાના એક દિવસ બાદ તીરથે આત્મહત્યા કરી લીધી હતી.

જાેકે, ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય મૃતકના માતા-પિતા સાથે ભોપાલ પહોંચ્યા હતા. ધારાસભ્ય ઓમકાર સિંહ મરકમે મીડિયાને જણાવ્યું કે જય સિંહ અને તીરથ સિંહ બંને હોનહાર બાળકો હતા. તે સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે તેને બંગલામાં રાખવામાં આવ્યો હતો. તીરથ બીમાર હતો, તેની સારવાર પણ ચાલી રહી હતી. અમે તેમના આ પગલાથી ખૂબ જ દુઃખી છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.