Western Times News

Gujarati News

માણાવદરની શૈશવ શાળામાં રમત ગમત સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ) માણાવદર, નવાબી કાળથી માણાવદર રમત ગમતનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓના રમતવીરો માણાવદરમાં રમવા આવતા હતા અહીં ૩૬ જાતની વિવિધ રમતો રમાતી જેમાં વોલીબોલ, ક્રિકેટ, પોલો વગેરે રમતો ખાસ ગણાતી હતી. બાકીની ૩૩ રમતો નાની મોટી પ્રત્યેક દિને ખેલાતી હતી આજે પણ માણાવદરમાં સ્પોર્ટ મેદાન તેની યાદ તાજી રાખી ઉભું છે.

આ વારસાને જીવંત રાખવા માણાવદરમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા અવાર નવાર રમત ગમત સ્પર્ધા થતી રહે છે જે અન્વયે સ્પોર્ટસ ડે સંદર્ભમાં માણાવદરની શૈશવ શાળામાં એક રમત ગમત હરીફાઈ યોજાઈ ગઈ જેમાં સ્કૂલમાં ભણતા અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના કે.જી. થી ધોરણ ૧૦ સુધીના ૧૩૦ જેટલા બાળકો તથા યુવાનોએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓની શારીરિક અને બૌદ્ધિક શક્તિ વિકાસ પામે તેવા ઉદ્દેશથી આ સ્પર્ધાનું આયોજન થયું હતું

જેમાં થ્રોબોલ, ઝેરીબોલ, મ્યુઝીકલ ચેર, બ્રોડજમ્પ, રનીંગરેસ, લીંબુ ચમચી, રીંગણપાણી, એક મિનિટ, પાસીંગ ધ પાર્સલ, સ્લો સાઇકલિંગ, રસી ખેંચ, ગ્લાસ બેલેન્સ અને એવી બીજી રમતો રમાઈ હતી. દરેક રમતના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા હતા અને તે વિભાગના એક થી ત્રણ વિજેતા સ્પર્ધકોને શીલ્ડ, પ્રમાણપત્ર તથા અન્ય વિવિધ ઇનામો અપાયા હતા. આ સ્પર્ધા ને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ જ્યોત્સનાબેન ભલાણી અમિતભાઈ પાઘડા, તેમજ સ્પોર્ટ્‌સ કન્વીનર રોહિતભાઈ, સહ કન્વીનર સંજયભાઈ પનારા તથા શાળાના સ્ટાફ ગણોએ જહેમત ઉઠાવી સ્પર્ધાને સફળ બનાવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.