Western Times News

Gujarati News

શિવાંગી સાથે અફેરની ચર્ચા પર રણદીપે કહ્યું અફવા પર ધ્યાન આપતો નથી

મુંબઈ, એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈ એક્ટર અને એક્ટ્રેસ સાથે કામ કરતાં હોય ત્યારે તેમના અફેરની અફવા ઉડે તે એકદમ સામાન્ય છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘નાયરા’નું પાત્ર ભજવી પોપ્યુલર થયેલી શિવાંગી જાેશી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે.

અગાઉ તેનું નામ પૂર્વ કો-એક્ટર મોહસિન ખાન (કાર્તિક) સાથે જાેડાયું હતું અને છેલ્લા કેટલાક સમયથી તે બાલિકા વધૂ ૨ના એક્ટર રણદીપ રાયને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. અગાઉ અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં તે બંને વચ્ચે આવું કંઈ જ ન ચાલી રહ્યું હોવાનું સ્વીકારી ચૂકી છે.

તેમ છતાં અટકળોનો વંટોળ અટકી રહ્યો નથી. હવે, રણદીપ રાયે આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને એક્ટર્સ વિશે લોકો આવી વાતો કરતાં રહેતા હોવાથી તે તેના પ્રત્યે ધ્યાન ન આપતો હોવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘મને અફવાઓથી કોઈ ફરક પડતો નથી. હું તેના વિશે વધારે વિચારતો નથી અથવા તે સમજાવવામાં પણ ટાઈમ બગાડતો નથી કારણ કે લોકો ક્યારેય અટકવાના નથી.

તમે એકવાર પબ્લિક ફેસ બની જાઓ એટલે લોકો તમારા વિશે વાતો કરવાનું શરૂ કરી દે છે. એક વ્યક્તિ તરીકે તેઓ તમારી પર્સનલ લાઈફ અને તમારા વિશે વધારે જાણવા મગે છે. બહાર આવતી કેટલીક વાતો સાચી હોય છે અને બાકીની બધી અફવા.

અગાઉ રિપોર્ટ્‌સ હતા કે, ‘બાલિકા વધૂ ૨ના શૂટિંગ દરમિયાન જ શિવાંગી જાેશી અને રણદીપ રાયનું એકબીજા સાથેનું બોન્ડિંગ મજબૂત બન્યું હતું. સીરિયલ ખતમ થયા બાદ તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંને ડેટ કરી રહ્યા છે તેને હજી ત્રણ જ મહિના થયા છે પરંતુ તેમના સંબંધો સખત મજબૂત બન્યા છે.

તેઓ અત્યારસુધીમાં ઘણીવાર એકબીજાની બિલ્ડિંગ બહાર જાેવા મળ્યા છે. આટલું જ નહીં જ્યારે તેમને સમય મળે ત્યારે જિમ પણ સાથે જાય છે. શિવાંગીએ આ ખબરને ફગાવી દીધી હતી અને કહ્યું હતું ‘ના, તે સાચું નથી. આ સમાચાર ક્યાંથી આવ્યા તેની મને જાણ નથી.

રણદીપ રાયે તેના એક્ટિંગ કરિયરની શરૂઆત ૨૦૧૪માં શો ‘ઓ ગુજરિયાઃ બદલે ચલ દુનિયા’થી કરી હતી. ત્યારબાદ તેણે દીયા ઔર બાતી હમ, બાલિકા વધૂ ૨ અને યે ઉન દિનો કી બાત હૈ જેવી સીરિયલોમાં કામ કર્યું હતું. થોડા મહિના સુધી ટીવી સ્ક્રીન પરથી ગાયબ રહ્યા બાદ તે શો ‘મીત’થી કમબેક કરવાનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.