Western Times News

Gujarati News

જન્નત ઝુબેરે હિજાબ અને ગોગલમાં શેર કર્યો ફોટો

મુંબઈ, જન્નત ઝુબૈર રહેમાનીએ ઇન્સ્ટાગ્રામ પર તેની સાઉદી ટ્રિપની કેટલીક વધુ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે નમાઝ અદા કરતી અને નમાજ પઢતી જાેવા મળી રહી છે.

તેણે કહ્યું હતું કે આ તેના જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. જન્નત ઝુબેર રહેમાની ઉમરાહ કરવા માટે થોડા દિવસો પહેલા સાઉદી અરેબિયા ગઈ હતી, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તે તસવીરોમાં તેની સાથે તેનો ભાઈ અયાન પણ જાેવા મળ્યો હતો.

ટીવી અભિનેત્રી અને ઇનસ્ટાગ્રામ ઇન્ફલુએન્સર જન્નત ઝુબૈર રહેમાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા તેના ફેન્સ સાથે તેના જીવન સાથે પર્સનલ લાઇફની અપડેટ્‌સ અને તસવીરો શેર કરતી રહે છે. આ ફોટામાં દેખાઈ રહ્યું છે કે જન્નત સફેદ રંગના હિજાબમાં જાેવા મળી રહી છે.

ચાહકોને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. તો બીજા એક ફોટોમાં જન્નત પણ તેના હોટલના રૂમમાં જમીન પર બેસીને નમાઝ પઢતી જાેવા મળે છે. તેના હોટલના રૂમની બહાર ઇસ્લામિક ધાર્મિક સ્થળ કાબાનો સ્પષ્ટ નજારો દેખાય છે.

એટલું જ નહીં જન્નત ઝુબેર રહેમાનીએ આ પોસ્ટમાં તેના માતા-પિતાનો ફોટો પણ શેર કર્યો છે. તેના પિતા સફેદ કુર્તામાં અને માતા બ્લેક હિજાબમાં જાેવા મળે છે. આ તસવીરો પોસ્ટ કરીને જન્નતે આ ખાસ દિવસને તેના જીવનનો શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું કે, મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.