Western Times News

Gujarati News

શેઠ કીટી હાઈસ્કૂલ નું ગૌરવ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, રાષ્ટ્રીય અંધજન મંડળ જિલ્લા શાખા ઇડર દ્વારા દિવ્યાંગ બાળકોની શ્રવણમંદ વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વિશિષ્ટ શિક્ષક નાયક યોગેશકુમાર વી ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકાની શેઠ કે.ટી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી શ્રવણમંદ વિદ્યાર્થીની જે ધોરણ નવ થી ૧૨ ની વય જૂથમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સોની ધ્વનિ રાજેશકુમારનો તૃતીય નંબર આવતાં શાળાના પ્રિન્સિપાલ શ્રી વિભાષકુમાર બી રાવલ તથા કપિલભાઈ ઉપાધ્યાયે અભિનંદન પાઠવ્યા હતા.

અને આમ શાળાની દિન પ્રતિદિન પ્રગતિ થતી રહે તે માટે મંડળના પ્રમુખ શ્રી અશ્વિનકુમાર એસ જાેશી મંત્રી શૈલેષકુમાર પી મહેતા તથા મંડળના ઉપપ્રમુખ શ્રી કનુભાઈ કે પટેલે વિદ્યાર્થી તથા શાળાના કર્મચારીને બિરદાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.