Western Times News

Gujarati News

SVS વેન્ચર્સનો રૂ. 11.24 કરોડનો પબ્લિક ઈશ્યૂ 30 ડિસેમ્બરે ખૂલશે

Mega flex Plastics IPO

કંપની રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 56.22 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ. 20ની કિંમતે ઈશ્યૂ કરશે, બીએસઈ-એસએમઈ એક્સચેન્જ પર લિસ્ટિંગની યોજના

મુંબઈ, સૌથી ઝડપથી વિકસતી રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ ફર્મ પૈકીની એક એસવીએસ વેન્ચર્સ લિમિટેડનો પબ્લિક ઈશ્યૂ 30 ડિસેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. કંપનીને બીએસઈ એસએમઈ એક્સચેન્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઈશ્યૂ લાવવાની મંજૂરી મળી છે. SVS Ventures Ltd’s Rs. 11.24 crore public issue on BSE SME platform opens for subscription on December 30

કંપની તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતો, કંપનીની વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટેના સામાન્ય કોર્પોરેટ હેતુઓને પહોંચી વળવા માટે તેની વિસ્તરણ યોજનાઓને ટેકો આપવા પ્રારંભિક જાહેર ઓફર દ્વારા રૂ. 11.24 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે. પબ્લિક ઈશ્યુ 4 જાન્યુઆરીએ બંધ થશે.

પ્રારંભિક જાહેર ઓફરમાં રૂ. 20 પ્રતિ શેર (ઇક્વિટી શેર દીઠ રૂ. 10ના પ્રીમિયમ સહિત)ના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુના નવા 56.22 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરાશે જેનું મૂલ્ય રૂ. 11.24 કરોડ છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 6,000 શેર છે જેનું મૂલ્ય પ્રતિ અરજી રૂ. 1.20 લાખ થાય છે. આઈપીઓ માટે રિટેલ ફાળવણી નેટ ઓફરના 50% છે. પબ્લિક ઈશ્યુ પહેલા કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 90.49% હતું જે ઈશ્યૂ પછી 66.66% થશે.

વિકાસ અંગે ટિપ્પણી કરતાં શ્રી શશિકાંત શર્મા, એસવીએસ વેન્ચર્સ લિમિટેડના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “કંપનીએ તેની શરૂઆતથી જ અસાધારણ વૃદ્ધિ હાંસલ કરી છે અને તેને બજારની ઉત્કૃષ્ટ સ્વીકૃતિ છે. અમારી કંપનીનો ઉદ્દેશ્ય તેના સમૃદ્ધ અનુભવથી કદમાં વૃદ્ધિ કરવાનો, ઉદ્યોગની એક્સપર્ટ ઈન-સાઈટ અને તેની કામગીરીનું વિસ્તરણનો છે.

અમારી કંપની હાલમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં બ્રાન્ડ બનાવવાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વ્યાપાર વિસ્તરણની સાથે અમે ખર્ચ સ્પર્ધાત્મક રહેવા માટે ઓપરેશનલ કાર્યક્ષમતા હાંસલ કરવાનું ચાલુ રાખ્યું છે અને સ્પર્ધાત્મક ધાર હાંસલ કરી છે. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઈશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાનો અમલ એવી રીતે કરી શકીશું કે જે તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્યસર્જન થાય.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.