Western Times News

Gujarati News

કેલ્ક્યૂલેટરની શોધનો રસપ્રદ ઈતિહાસ

આજે આપણી પાસે ગણતરી કરવા માટે શક્તિશાળી કમ્પ્યૂટર અને કેલ્ક્યૂલેટર છે. આ ઈલેકટ્રૂનિક સાધનો વીજળી વડે ચાલે છે પરંતુ વીજળીના ઉપયોગની શોધ નહોતી થઈ ત્યારે પણ કેટલાક વિજ્ઞાનીઓએ ગણતરીઓ કરવા માટે સાધનો બનાવેલા અને યાંત્રિક કેલ્કયૂલેટરનો પાયો નાખેલો.

વીજળી વિના ચાલતા આ સાધનોની વાત પણ રસપ્રદ છે. ઈ.સ.૧૬૧૭માં વિશ્વનું પ્રથમ કાર્યક્ષમ કેલ્કયૂલેટર જહોન નેપિયર નામના વિજ્ઞાનીએ બનાવેલું.

કહેવાય છે કે આ માણસ પાગલ હતો. તેણે લાકડાના લાંબા ટુકડા પર વિવિધ આંકડા લખીને એવી ગોઠવણી કરી કે લાકડાને આઘાપાછા કરીને સંખ્યાઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી ઝડપથી કરી શકાય. આ સાધનને લોગરિધમ કહેતા. આ સાધનના ઉપયોગ માટે તાલીમ લેવી પડતી. તેના જેવું જ બીજું સાધન લાંબા સળિયા પર ગોળા પરોવેલું એબાકસ હતું.

આ બંને શોધના કારણે ગણતરીઓ સરળ બનાવવાની દિશા મળેલી. વિલ્હેમ શિફોર્ડે નામના જર્મન વિજ્ઞાનીએ ઈ.સ.૧૬ર૩માં ઘડિયાળ જેવું કેલ્કયૂલેટર બનાવેલું તેના ચંદાઓ ફેરવીને વીવિધ આંકની ગોઠવણીથી ગણતરી થઈ શકતી.

ઈ.સ.૧૬૪રમાં બ્લેઝ પાસ્કલે ૮ આંકડાની રકમના સરવાાળ બાદબાકી કરી શકે તેવું યંત્ર બનાવેલું. તેમાં વિવિધ ચક્રો હતા. એક ચક્ર ફેરવવાથી તેના પ્રમાણમાં બીજા ચક્રો ફરે અને તેની ઉપર લખેલા આંકડા તે મુજબ ગોઠવાઈને જવાબ મળે.

વિલ્હેમ લીબનિઝે ૧૦ ભૂંગળી વાળું કેલ્કયૂલેટર બનાવ્યું તેને સ્ટેપ રેકનર કહેતા એક આડા નળાકાર પર આંકડા લખેલી ભૂંગળીઓ વારાફરતી ખસી શકે તે રીતે ગોઠવાયેલી. દશાંક પધ્ધતિની શરૂઆત આ યંત્રથી થયેલી. આ બધા મશીનોમાં વીજળીનો ઉપયોગ નહોતો. હાથ વડે સંચાલન થતું. આજે આ મણીનો રમકડાં જેવા લાગે પરંતુ કમ્પ્યૂટર અને કેલકયુલેટરની શોધના પાયામાં આ રમકડાંની જ ભૂમિકા હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.