Western Times News

Gujarati News

મોદીના માતાના નિધન પર નેતાઓએ સંવેદના વ્યક્ત કરી

અમદાવાદ, પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.

પીએમ મોદીએ આજે સવારે ટિ્‌વટ કરીને તેના વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, “શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ…માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે.

” આ અગાઉ હીરાબાની બુધવાર તબિયત ખરાબ થઈ હતી, જે બાદ તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી પોતાની માતાને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા. દેશના ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના માતાના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા ટિ્‌વટ કર્યું કે, પ્રધાનમંત્રી મોદીજીના પૂજ્ય માતાજી હીરાબાના સ્વર્ગવાસની સૂચના અત્યંત દુઃખદ છે.

મા એક વ્યક્તિના જીવનની પ્રથમ મિત્ર અને ગુરુ હોય છે, જેને ખોવાનુ દુઃખ નિસંદેહ સંસારનું સૌથી મોટુ દુઃખ છે. હીરાબાએ જે સંઘર્ષનો સામનો કરીને પરિવારનું પાલન પોષણ કર્યું છે, તે તમામ માટે એક આદર્શ છે. તેમનો ત્યાગપૂર્ણ તપસ્વી જીવન સદા આપણી સ્મૃતિમાં રહેશે.

સમગ્ર દેશ દુઃખની આ ઘડીમાં પ્રધાનમંત્રી મોદીજી તથા તેમના પરિવાર સાથે ઊભો છે. કરોડો લોકોની પ્રાર્થના તેમની સાથે છે. ? શાંતિ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટિ્‌વટ કરી લખ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના પૂજ્ય માતાજી હીરાબેનજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ.

હીરાબાજીના અત્યંત કપરા અને સંઘર્ષપૂર્ણ જીવન જીવતા જે સંસ્કાર પોતાના પરિવારને આપ્યા તેનાથી નરેન્દ્ર ભાઈ જેવું નેતૃત્વ દેશને મળ્યું છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ટિ્‌વટ કરતા લખ્યું છે કે, એક પુત્ર માટે મા સમગ્ર દુનિયા હોય છે. માતાનું નિધન પુત્ર માટે અસહનીય અને અપૂરણીય ક્ષતિ હોય છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની પૂજ્ય માતાજીનું નિધન અત્યંત દુઃખદ છે.

પ્રભુ શ્રી રામ દિવંગત પુણ્યાત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. ? શાંતિ ! પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબેન મોદીનું નિધન થતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે દુખ વ્યક્ત કર્યું છે, તેમણે લખ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીના માતાશ્રી હીરાબાના નિધનથી મને ઊંડા દુ;ખની લાગણી થઈ છે.

એક માનું નિધન કોઈ પણ વ્યક્તિના જીવનમાં એવી શૂન્યતા લાવે છે, જેની ભરપાઈ અસંભવ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માતા પૂજ્ય હીરાબાના નિધનથી ઊંડો આઘાત લાગ્યો.

પૂજ્ય હીરાબા ઉદારતા, સાદગી, પરિશ્રમ અને જીવનના ઉચ્ચ મૂલ્યોના પ્રતિમાન હતા. હું પ્રાર્થના કરુ છું કે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે, ૐ શાંતિ. બીએસપી પ્રમુખ માયાવતીએ પીએમ મોદીની માતા હીરાબાના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

તેમણે ટિ્‌વટ કરીને લખ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીજીના માતા શ્રીમતી હીરાબેનના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. તેમના સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડા શોકની લાગણી. ઈશ્વર તેમને અને તેમના ચાહનારા લોકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.