Western Times News

Gujarati News

બ્રિટનને પાછળ છોડીને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યા બાદ હવે ‘ઇલેક્ટ્રોનિક્સ હબ’ બનવા તરફ ભારતની આગેકૂચ

પસાર થયેલા વર્ષમાં કોમોડિટીઝના ચક્ર અને ઊર્જા પરિવર્તન સાથે સંબંધિત માગમાં વધારાથી કુદરતી સંસાધનો અને ખાણ ક્ષેત્રમાં વૃદ્ધિને ટેકો મળ્યો હતો. બ્રિટનને પાછળ પાડીને ભારત દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે.

ભારત દુનિયામાં શ્રેષ્ઠ કામગીરી કરતાં ઇક્વિટી બજારો પૈકીનું એક બજાર ધરાવે છે અને દુનિયાનું ‘ઇલેક્ટ્રોનિક્સ કેન્દ્ર’ બનવાની આકાંક્ષા ધરાવે છે, જેમાં ખનીજો ચાવીરૂપ ભૂમિકા ભજવશે, તેવો મત વેદાંતા લિમિટેડનાં ગ્રૂપ સીઇઓ શ્રી સુનિલ દુગ્ગલએ વ્યક્ત કર્યો છે. Quote from Mr. Sunil Duggal, Group CEO Vedanta Limited

ચાલુ વર્ષે ભૂરાજકીય કટોકટીનું, પુરવઠાની સાંકળમાં વિક્ષેપનું, મોંઘવારીમાં વધારા સાથે સંબંધિત ચિંતાનાં કારણો રહ્યા છે – આ તમામ પરિબળો વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર કોવિડ-19 મહામારી પછીના તબક્કામાંથી હજુ બહાર આવી રહ્યું છે. રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ વૈશ્વિક સુધારાની ગતિને ફટકો પાડશે એવું લાગે છે અને વૈશ્વિક ઊર્જાની પૃષ્ઠભૂમિને નવો આકાર આપી રહી છે.

ભૂરાજકીય અને બૃહદ આર્થિક અનિશ્ચિતતાઓથી પુરવઠાની સાંકળમાં ઊભો થયેલો વિક્ષેપ આગામી વર્ષમાં ટૂંકા ગાળા માટે જળવાઈ રહે એવી શક્યતા છે. કુદરતી સંસાધનો આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવવાનું જાળવી રાખશે.

પસાર થયેલા વર્ષમાં ક્રૂડ ઓઇલની કિંમતો એની ટોચને આંબી જવાની સાથે તથા ત્યારબાદ ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં એની કિંમતોમાં ઘટાડો થવાની સાથે ઓઇલ અને ગેસ ક્ષેત્ર પર મોટી અસર સુનિશ્ચિત થઈ હતી. મહામારી પછીના તબક્કામાં ઓઇલ માટેની માગ વધી છે, તો વર્ષ 2023માં સૌથી વધુ માગ ચીન અને ભારત જેવા મોટા વિકાસશીલ અર્થતંત્રોમાંથી જોવા મળી શકે છે.

તમામ ક્ષેત્રો અર્થતંત્રનું ડિકાર્બોનાઇઝેશન કરવા પ્રયાસરત છે, જેના પગલે કાચા માલની માગમાં વધારો થશે અને પરિણામે ધાતુઓ અને ખનીજો માટેની માગ વધશે. સ્થાનિક બજારોમાંથી મહદ્અંશે માગ પૂરી થાય એ સુનિશ્ચિત કરવા સહિયારા પ્રયાસોની જરૂર છે. સરકારે ખનીજ ક્ષેત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળામાં પ્રોજેક્ટના વિકાસ માટે વધારાનો સાથસહકાર પ્રદાન કરવા પગલાં લેવા જોઈએ.

વેદાંતાએ માર્ચ, 2022માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં રેકોર્ડ કામગીરી કરી હતી. વર્ષ 2022 માટે અમે અમારા તમામ મુખ્ય વ્યવસાયોમાં વૃદ્ધિ, મૂલ્ય સંવર્ધન, વર્ટિકલ ઇન્ટિગ્રેશન અને ખર્ચમાં ઘટાડા માટે પ્રોજેક્ટ્સના સમયસર અમલ, કટિબદ્ધ વોલ્યુમ પ્રદાન કરવાની અમારી મુખ્ય પ્રાથમિકતાઓ પૂર્ણ કરી હતી.

તેમજ સક્રિયપણે કોમોડિટીની કિંમતના જોખમનું વ્યવસ્થાપન કરીને શેરધારકો માટે મૂલ્યનું સર્જન કર્યું હતું. મજબૂત રોકડપ્રવાહ સાથે અમે વધારે ડિલિવરેજ કરવા અને અમારી મૂડીગત ખર્ચની જરૂરિયાતો પૂર્ણ કરવાની સારી સ્થિતિમાં હતાં.

અમે ઇએસજી કટિબદ્ધતાઓ પર અમારી નવી પહેલો પણ શરૂ કરી છે, કારણ કે વેદાંતાએ એસએન્ડપી ગ્લોબલ સસ્ટેનેબિલિટી રેન્કિંગ્સ (અગાઉ ડીજેએસઆઇ) 2022માં આગેકૂચ કરીને એના સસ્ટેનેબિલિટી સ્કોરમાં 14 પોઇન્ટના સુધારા સાથે દુનિયામાં છઠ્ઠું (6) સ્થાન મેળવ્યું છે તેમજ પ્રતિષ્ઠિત ડીજેએસઆઈ વર્લ્ડ ઇન્ડેક્સમાં લિસ્ટિંગ થયું હતું.

કંપનીએ આરઈ સોર્સિંગ 1 ગીગાવોટ સુધી વધારીને પૃથ્વીમાં પરિવર્તન કરવાના અમારા વિઝનને સાકાર કરવા નોંધપાત્ર પગલું પણ લીધું હતું, જેના પરિણામે ગ્રીન એનર્જી તરફ કામગીરીને વેગ મળ્યો છે અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વર્ષ 2030 સુધીમાં 7 મિલિયન વૃક્ષોનું વાવેતર કરવા માટે 1t.org પ્લેટફોર્મ પર કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

ચાલુ મહિનાની શરૂઆતમાં અમે અમારા તમામ કર્મચારીઓ માટે અમારી વિશિષ્ટ ઇવી નીતિ પ્રસ્તુત કરી હતી, જે કર્મચારીઓ વચ્ચે ઇવીની સ્વીકાર્યતાને વેગ આપશે અને પર્યાવરણને અનુરૂપ ભવિષ્ય માટે ભારતનાં ગ્રીન પરિવહનને વેગ આપવામાં માનસિકતા બદલવામાં મદદરૂપ થશે.

અમે આગામી વર્ષમાં ગતિશીલ બૃહદ આર્થિક વાતાવરણ માટે અતિ વિવિધતાસભર એસેટ પોર્ટફોલિયો, મજબૂત બેલેન્સ શીટ અને અસરકારક ખર્ચ સાથે સારી સ્થિતિમાં છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.