Western Times News

Gujarati News

શાર્ક ગઝલ અલઘની ‘મામાઅર્થ’ની માલિકી ધરાવતી કંપની હોનાસા કન્ઝ્યુમરે DRHP ફાઈલ કર્યુ

હોનાસા કન્ઝ્યુમર લિમિટેડએ સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું

લોકપ્રિય બ્રાન્ડ ‘મામાઅર્થ’ની માલિકી ધરાવતી કંપની અને નાણાકીય વર્ષ 2021-22 માટે કામગીરીમાંથી આવકની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ડિજિટલ-ફર્સ્ટ બ્યૂટી એન્ડ પર્સનલ કેર (“બીપીસી”) કંપની હોનાસા કન્ઝ્યુમર લિમિટેડ (“કંપની”)એ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે. HONASA CONSUMER LIMITED FILES DRHP WITH SEBI

કંપનીએ આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ) મારફતે ઇક્વિટી શેરની ઓફર (દરેક ઇક્વિટી શેરનું ફેસ વેલ્યુ ₹ 10) દ્વારા ફંડ ઊભુ કરવાની યોજના બનાવી છે. ઓફરમાં ₹ 400 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને વિક્રેતા શેરધારકો દ્વારા 46,819,635 ઇક્વિટી શેરની ઓફર (“વેચાણ માટેની ઓફર”) સામેલ છે.

કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ આ માટે કરવાનો વિચાર કર્યો છેઃ (1) પોતાની બ્રાન્ડની વિઝિબિલિટી વધારવા અને જાગૃતિ લાવવા જાહેરાત પાછળ ખર્ચ વધારીને ₹ 186 કરોડ કરવો; (2) ₹ 34.23 કરોડ સુધીનો નવો ઇબીઓ સ્થાપિત કરવા કંપની દ્વારા મૂડીગત ખર્ચનું વહન કરશે; અને (3) નવા સલોન્સ સ્થાપિત કરવા પોતાની પેટાકંપની ભાબાની બ્લન્ટ હેરડ્રેસિંગ પ્રાઇવેટ લિમિટેડ (“બીબ્લન્ટ”)માં ₹ 27.52 કરોડનું રોકાણ તથા સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ અને ઓળખ ન થયેલા ઇનઓર્ગેનિક એક્વિઝિશન માટે.

વેચાણ માટેની ઓફરમાં સામેલ છે – વરુણ અલગ દ્વારા 3,186,300 સુધી ઇક્વિટી શેર અને ગઝલ અલઘ દ્વારા 100,000 ઇક્વિટી શેર (“પ્રમોટર વિક્રેતા શેરધારકો”); ઇવોલ્વન્સ ઇન્ડિયા કોઇન્વેસ્ટ પીસીસીએ પોતાની સેલ ઇ દ્વારા રોકાણ કરેલા 220,613 સુધી ઇક્વિટી શેર, ઇવોલ્વન્સ ઇન્ડિયા ફંડ III લિમિટેડ દ્વારા 862,987 સુધી ઇક્વિટી શેર,

ફાયરસાઇડ વેન્ચર્સ ઇન્વેસ્ટમેન્ટ ફંડ – I દ્વારા 7,972,478 ઇક્વિટી શેર, સોફિના વેન્ચર્સ એસ.એ. દ્વારા 19,133,948 ઇક્વિટી શેર અને સ્ટેલરિસ વેન્ચર પાર્ટનર્સ ઇન્ડિયા I દ્વારા 12,755,965 ઇક્વિટી શેર (“રોકાણકાર વિક્રેતા શેરધારકો”); કુનાલ બહલ દ્વારા 777,672 ઇક્વિટી શેર, રિષભ હર્ષ મારિવાલા દ્વારા 477,300 ઇક્વિટી શેર, રોહિત કુમાર બંસલ અને અન્ય વિક્રેતા શેરધારકો દ્વારા 777,672 ઇક્વટી શેર.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થશે એ ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”) પર થશે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છેઃ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને જે પી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.