Western Times News

Gujarati News

કપરાડાના સરપંચોને વિકાસનાં કામોમાં ગુણવત્તા જાળવવા ધારાસભ્યનો અનુરોધ

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સરપંચો અને તાલુકા વિકાસ અધિકારી સાથે બુધવારે પંચાયત ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય અને માજી,મંત્રી જીતુ ચોધરીએ સરપંચોને ગણવત્તાયુક્ત વિકાસના કામો કરવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં પંચાયતોમાં મનરેગાના કામો, આવાસો, શાળાના ઓરડાઓનું બાકી બાંધકામ, રસ્તાઓ સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી .

બેઠકમાં ધારાસભ્યએ તાલુકામાં ઉનાળા દરમિયાન વાણાની સમસ્યા ન ઉદભવે તે માટે અત્યારથી જ આયોજન કરવા અધિકારીઓને તાકીદ કરી હતી, સાથે તેમણે અસ્ટોલ યોજનામાં જયાં એકપણ પાણીની કામગીરી બાકી હોય, (- નળ કનેકશન બાકી હોય તો તે અંગે સરપંચ લેટર પેડ પર લખ ને મને આપે., કેટલાક સ્થળે ટાંકીમાં લીકેજની સમસ્યા વાસ્મોનું બાકી કામ, જૂની બંધ પાણી પુરવઠા યોજનાની પણ જાણ મને કરો જેથી સુચારુ આયોજન થઈ શકે, એમ જણાવ્યું હતું. ઉપરાંત મોટાપોંઢા, નાનાપોંઢા, સુથાર પાડા કપરાડા જેવા મોટા ગામનો કચરોના નિકાલની વ્યવસ્થા કરવા પંચાયતોને જમીન સંપાદન કરવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.