Western Times News

Gujarati News

હવે દિલ્હી-વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે પર ઉતરશે ફાઈટર પ્લેન

પાક. સાથેના ૭૧ના યુદ્ધ જેવી હાલત પેદા ન થાય તે માટે બનશે રોડ રન વે- આ ઉપરાંત દરેક ટોલ ટેક્સ નજીક હેલીપેડ બનાવવામાં આવ્યા છે. 

મુંબઈ દિલ્હી એકસપ્રેસ વે ભરૂચ ઈન્ટરચેન્જ (Bharuch Gujarat interchange)

(એજન્સી) નવી દિલ્હી, દિલ્હી-વડોદરા-મુંબઈ એકસપ્રેસ હાઈવે માત્ર સફર જ સુગમ નહી કરે બલકે ઈમરજન્સીમાં તેના પર ફાઈટર પ્લેન પણ ઉતારી શકાશે. જેથી ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ના યુદ્ધ જેવી સ્થિતિ પેદા ન થાય ત્યારે એ સ્થિતિ નહોતી કે ફાઈટર પ્લેન હાઈવે પર ઉતારી શકાય, આજે માર્ગોને રોડ રનવેના રૂપમાં વિકસીત કરવામાં આવી રહ્યા છે.

સોહનાના અલીપુરથી મુંબઈ વચ્ચે લગભગ પપ સ્થળો પર એવા ભાગો વિકસીત કરવામાં આવી રહ્યા છે. જયાં ફાઈટર પ્લેનને સરળતાથી ઉતારી શકાય. અલીપુરથી દોસા સુધી લગભગ ર૯૩ કિલોમીટરના ભાગમાં લગભગ ૧૦ આવા ભાગો છે, જયા ફાઈટર પ્લેન સરળતાથી ઉતારી શકાય છે.

અલીપુરથી દૌસા સુધીનો ભાગ શરૂ થતા પહેલા રોડ રનવેના રૂપમાં ટ્રાયલ કરવામાં આવી શકે છે તેનો આ ભાગ એકદમ તૈયાર છે. તેને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરીટી (એનએચએઆઈ) એ પોતાના તરફથી બધી તૈયારી કરી લીધી છે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને પોતાની તૈયારીઓની જાણ કરી દેવાઈ છે. હવે માત્ર ત્યાંથી મંજુરીની રાહ જાેવાઈ રહી છે. જાણવા મળતી માહિતી મુજબ તેનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે.

માનવામાં આવે છે કે દિલ્હી-વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે નું લોકાર્પણ અને જંગલ સફારીનો શિલાન્યાસ એક જ દિવસે થઈ શકે છે. વડાપ્રધાન મોદી લોકાર્પણ અને શિલાન્યાસ કરી શકે છે.

જેથી ૧૯૭૧ વાળી સ્થિતિ પેદા ન થાય. ઈતિહાસ બતાવે છે કે પાકિસ્તાન સાથે ૧૯૭૧માં યુદ્ધ દરમિયાન દુશ્મન સેનાના ફાઈટર પ્લેન આગ્રાની નજીક પહોંચી ગયા હતા તેને ભારતીય વાયુ સેનાએ પોતાના અદમ્ય સાહસથી ખદેડી દીધા હતા. તરંતુ તે સમયે એવું કોઈ માધ્ય્મ નહોતું કે તેમના ફાઈટર પ્લેનને આપણા ફાઈટર પ્લેનથી નેસ્ત નાબુદ કરી શકાય.

જાેકે આજે આવી પરિસ્થિતિ પેદા થવાનો કોઈ પ્રશ્ર જ નથી. બાદમાં અનુભવાયુ કે આગ્રાહ, ગ્વાલિયર એરબેઝ અને ગુરુગ્રામ- દિલ્હી નજીક ક્યાંય પણ ફાઈટર પ્લેન ઉતારવાની વ્યવસ્થા હોવી જાેઈએ. તેના માટે જ હવે મોટા હાઈવેને રનવેનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કેટલાક વર્ષ પહેલા જ રોડ રનવેને ગંભીરતાથી લેવાય છે અને તેના પર કામ શરૂ થયું છે, જયારે અમેરિકા, ચીન, જર્મની, પાકિસ્તાન, તાઈવાન, સ્વીડન, પોલેન્ડ, સિંગાપોરમાં પહેલાથી જ રોડ રનવે છે. ભારતમાં કેટલાક વર્ષ પહેલા આગ્રા-લખનૌ એકસપ્રેસ વે પર ફલાઈટ ઉતારાયુ હતું દિલ્હી-વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે ને રોડ રનવે તરીકે ઉપયોગમાં લેવાશે.

Delhi-Mumbai expressway
Delhi-Mumbai expressway

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.