Western Times News

Gujarati News

IIT કાનપુરના નિષ્ણાતોએ કૃત્રિમ હૃદય તૈયાર કર્યું

કાનપુર, આઈઆઈટી કાનપુરના નિષ્ણાતોએ કૃત્રિમ હૃદય તૈયાર કર્યું છે. જે હૃદય સંબંધીત સમસ્યાઓમાંથી પીડાતા લોકો માટે મદદરૂપ સાબીત થશે. આઈઆઈટી કાનપુરના ડીરેકટર અભય કરંદિકરે જણાવ્યું હતું કે આવતા વર્ષથી હૃદયનું કૃત્રિમ પ્રાણી પરીક્ષણ શરૂ થશે. તેમણે કહયું હતું. હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સરળ બનશે. ક્રિટીકલ દર્દીઓમાં આર્ટીફીશીયલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે.

આઈઆઈટી કાનપુર અને દેશભરના કાર્ડીયોલોજીસ્ટસે આ કૃત્રિમ હૃદય વિકસાવ્યું છે. પ્રાણીઓ પર પરીક્ષણ ફેબ્રુઆરી અથવા માર્ચથી શરૂ થશે. ટેસ્ટમાં સફળતા મળ્યા બાદ તેને બે વર્ષમાં મનુષ્યમાં ઈમ્પ્લાન્ટ કરી શકાય છે. કરંદીકરે જણાવ્યું હતું કે હૃદયરોગ ઝડપથી વધી રહયો છે.

અને મોટી સંખ્યામાં દર્દીઓને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે સલાહ આપવામાં આવી રહી છે. તેમણે કહયું, ‘દર્દીઓની તકલીફ ઘટાડવા માટે કૃત્રિમ હૃદય વિકસાવવામાં આવી રહયું છે. તેમણે કહયું કે ૧૦ વૈજ્ઞાનીકઓ અને ડોકટરોની ટીમે બે વર્ષમાં આ કૃત્રિમ હૃદય તૈયાર કર્યું છે.

અભય કરંદીકરે કહયું કે ડોકટરોઅને વૈજ્ઞાનીકોએ સાથે મળીને સાધનો અને ઈમ્પ્લાન્ટ તૈયાર કરવા માટે કામ કરવું જાેઈએ. તેમણે કહ્યું કે ભારત ૮૦ ટકા સાધનો અઅને ઈમ્પ્લાન્ટની આયાત વિદેશથી કરે છે. ભારતમાં માત્ર ર૦ ટકા ઉપકરણો અને ઈમ્પ્લાન્ટનું ઉત્પાદન થઈ રહયું છે. હૃદયરોગના દર્દીઓ માટેના મોટાભાગના ઈમ્પ્લાન્ટ અને સ્ટેટની આયાત કરવામાં આવી રહી છે.

તેમણે કહયું કોવિડ ૧૯ એ અમને કેટલાક અથવા અઘરાપાઠ ભણાવ્યા. કોવિડ પહેલા ભારતમાં વેન્ટીલેટર બનતા ન હતા. કોરોના સંક્રમીતોને જીવ બચાવવા માટે ભારતીય વૈજ્ઞાનીકો અને ડોકટરોએ માત્ર ૯૦ દિવસમાં વેન્ટીલેટર તૈયાર કર્યા. ભારતમાં બે કંપનીઓ વેન્ટીલેટર બનાવી રહી છે. ભારતમાં વિદેશી વેન્ટીલેટરથી કિમત ૧૦થી૧ર લાખ રૂપિયા છે. જયારે ભારતીયો વેન્ટીલેટર માત્ર ર.પ લાખ રૂપિયામાં બની રહયું છે.

આઈઆઈટી કાનપુરના ડિરેકટરે કહયું કે ભારતમાં ડોકટરોનો અને પેરામેડીકલ સ્ટાફની ભારે અછત છે. ૧૦૦૦ની વસ્તીએ માત્ર ૮ ડોકટરો છે. આ ઉણપ એક જ વારમાં ભરી શકાતી નથી. જાે કે સરકાર ઝડપથી હોસ્પીટલો અને મેડીકલ કોલેજાે ખોલી રહી છે. પરંતુ વસ્તી અને ભૌગોલીક પરીસ્થિતી અનુસાર કટોકટી સીસ્ટમનો ટેકનોલોજી સાથે જાેડવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.