Western Times News

Gujarati News

ગામનો વિકાસ કરવા અમેરિકામાં ડોક્ટર બનેલી યુવતી ભારત આવી સરપંચની ચૂંટણી જીતી

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વડ્ડી ગામને વિકસીત કરવા યશોધરા કામ કરશે-જયોજિર્યામાં મેડીકલનો અભ્યાસ કરનારી યશોધરા સાંગલીના ગામની સરપંચ બની ગઈ

કોલ્હાપુર, અમેરીકાના જયોજિર્યામાં એમબીબીએસનો અભ્યાસ કરનારી ર૧ વર્ષીય યશોધરા શિંદેના જીવનમાં એક સમયે એવો વળાંક આવ્યો કે જેને કારણે સમગ્ર જીવન બદલાઈ ગયું.  Foreign return candidate in Vaddi Sangli district Mrs Yashodhara Raje Shinde wins grampanchayat election

હકીકતમાં યશોધરાના પિતાએ તેને ફોન પર મહારાષ્ટ્રના સાંગલી જીલ્લાના વડી ગામમાં સરપંચ પદની ચુંટણી લડવા કહયું, તો યશોધરા પોતાની બેગ પેક કરીને ભારત પરત આવી ગઈ છે. યશોધરા કહે છે કે આ એક એવો નિર્ણય છે, જેનો મને કોઈ અફસોસ નથી.

યશોધરા વડી ગ્રામ પંચાયતની ચુંટણીમીાં સરપંચ તરીકે ચુંટાઈ છે. આ ચુંટણીમાં શિંદે જુથની પેનલે એક તરફી જીત મેળવી છે. અને તમામ વોર્ડોમાં યશોધરાની પેનલના સભ્યો જીત્યા છે. મહારાષ્ટ્રની ૭૬૮ર ગગ્રામ પંચાયતો માટે ૧૮ ડીસેમ્બરે મતદાન થયું હતું અને મતગણતરી મંગળવારે થઈ હતી, જેમાં યશોધરાને વીજેતા જાહેર કરાઈ છે.

યશોધરા શિંદેએ કહયું કે હું મારા ગામના લોકોનો વિશ્વાસ અનુભવી શકું છું. કારણ કે અહીયા મારો જન્મ થયો છે. એટલે મારા દિલમાં મારા ગામ માટે વિશેષ સ્થાન છે. હું અહીયાની સમસ્યા જાણું છું મહીલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર તાત્કાલીક ધ્યાન આપવાની જરૂરીયાત છે.

યશોધરા આગળ કહે છે કે, મારા પરદાદા અને મારી દાદી બંનેએ ૧પ વર્ષ સુધી પડોશી નરવાડ ગામના સરપંચ તરીકે યોગદાન આપ્યું છે. અહીયાના લોકો ઈચ્છતા હતા કે મારા પરીવારથી કોઈ આ પદ માટે ચુંટણી લડે. આ આશામાં લોકોને ફરી વિકાસ જાેવા મળે.

અહીયા નોધવું રહયું કે વડી સાંગલી જીલ્લાના મીરાજત શહેર પાસે પ૦૦૦ વસતી ધરાવતું નાનું ગામ છે. યશોધરા મહેન્દ્રસિંહ શિંદે અહીયાથી ગ્રામ પંચાયત ચુંટણીમાં સરપંચ પદની ઉમેદવાર બની. વિદેશોની તજેમ સ્વચ્છ પાણી શીક્ષણ, સ્વાસ્થ્ય અને નાગરીક સુવિધાઓ ગ્રામીણો સુધી કેમ પહોચી નથી, આ વિચારથી એ સીધી ચુંટણી મેદાનમાં ઉતરી અને વિજેતા થઈ છે. યશોધરા કહે છે કે, ગામના વિકાસના યુવાનો અને મહીલાઓ સાથે મળીને કામ કરીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.