Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પ્રધાનમંત્રીના માતૃશ્રીના નિધન પર BAPSના મહંત સ્વામીનો શોક સંદેશ

Prayers and Condolences from BAPS _ HH Mahant Swami Maharaj to PM Shri Narendrabhai Modi

BAPS સંસ્થા વતી પૂ. ઈશ્વરચરણ સ્વામીનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માતુશ્રીના દુ:ખદ નિધન પર સાંત્વના સંદેશ

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના માતુશ્રી હીરાબા, જેમણે ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવ્યું, તેમને ખાસ એટલા માટે યાદ કરીએ છીએ કે તેમણે આ દેશને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના રૂપમાં એક મહાન નેતા અર્પણ કર્યા.

શ્રી નરેન્દ્રભાઈ દ્વારા ગુજરાત અને ભારતનો વિકાસ ખૂબ સારી રીતે અને ઝડપથી થઈ રહ્યો છે, એવા મહાન નેતાના માતૃશ્રી હીરાબાના અક્ષરનિવાસથી સૌને ખૂબ દુખ થયું છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમના આત્માને પોતાના ધામમાં વિરાજમાન કરે અને અખંડ સુખ આપે, તેમજ પરિવારને સાંત્વના આપે.

શ્રી નરેન્દ્રભાઇ હંમેશા પોતાનાં માતુશ્રીના સંપર્કમાં રહેતા. એમની સાથે બેસતા, સાથે જમતા અને વાતચીત કરતા. પોતાના માતૃશ્રી પ્રત્યે તેમનો પ્રેમ અને લાગણી બહુ જ મોટી વાત છે, જે આપણી હિન્દુ સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ છે. પોતાના માતૃશ્રીની આટલી બધી દેખભાળ વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ શ્રી નરેન્દ્રભાઈ રાખતા. આ પણ એક દાખલો સૌએ લેવા જેવો છે.

હીરાબાના નિધનથી આપણે સૌ અને સમગ્ર દેશના લોકો પણ દુ:ખ અનુભવે છે. ભગવાન એમના આત્માને ખૂબ સુખ-શાંતિ આપે એ જ પ્રાર્થના.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers