૨૦૨૩માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધી જશે

પ્રતિકાત્મક
નવી દિલ્હી, કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા વર્ષ પહેલા સારા સમાચાર આવ્યા છે. વર્ષ ૨૦૨૩ની શરુઆતમાં જ નવા મોંઘવારી ભથ્થા મળી શકે છે. જાન્યુઆરી ૨૦૨૩માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધી જશે. ડીએમમાં આ વખતે ૪ ટકાનો વધારો થવા જઈ રહ્યો છે.
જેનાથી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ૪૨ ટકા સુધી પહોંચી જશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ૩૮ ટકાના દરથી ચુકવણી થઈ રહી છે જાે કે, મોંઘવારી ભથ્થાની જાહેરાત માર્ચમાં થવાની છે. માર્ચના પ્રથમ અઠવાડીયામાં થનારી કેબિનેટ બેઠકમાં જાહેરાત થઈ શકે છે.
વર્ષ ૨૦૨૩નું પ્રથમ ડીએ વધારે માર્ચમાં થશે. કર્મચારીઓન આ ગિફ્ટ હોળીની પહેલા મળી શકશે. સૂત્રોનું માનીએ તો, ૧ માર્ચ ૨૦૨૩માં થનારી કેબિનેટ બેઠકમાં તેની જાણકારી મળી શકે છે. આવું એટલા માટે કહી શકાય કે, માર્ચ મહિનામાં ૧ તારીખથી બુધવાર છે અને આગામી બુધવાર ૪ માર્ચ છે. પણ ૮ માર્ચે હોળી છે, તો આશા છે કે, સરકાર હોળી પહેલા કર્મચારીઓને ગિફ્ટ આપે.
અત્યાર સુધીમાં આવેલા ઈંડસ્ટ્રિયલ મોંઘવારીના આંકડામાં મોંઘવારી ભથ્થામાં ૪ ટકાના વધારાનો સંકેત આપી રહ્યા છે. જાે આવું થશે તો, કર્મચારીઓને મળતા ડીએ વધીને ૪૨ ટકા થઈ જશે. જાણકારોનું માનીએ તો, નવા વર્ષમાં ફિટમેન્ટ ફેક્ટરની પણ ચર્ચા થઈ શકે છે. તેના કારણે તે સરકાર કર્મચારીઓની સેલરી હાઈક માટે અલગ પ્રોગ્રામ બનાવાની તૈયારીમાં છે.
તેના માટે સરકાર વર્ષ ૨૦૨૪ પહેલા આ પ્રોગ્રામનો ડ્રાફ્ટ તૈયાર કરી લેશે, તેવી આશા છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ગિફ્ટ આપવાનું પ્લાનિંગ કરી રહી છે. તેમાં ફિટમેન્ટ ફેક્ટરના રિવિઝન પર પણ વાત બની શકે છે.
જાે કે, ફિટમેન્ટનું રિવિઝન વેતન આયોગના ગઠન બાદ થાય છે. પણ સરકારની ઈચ્છા છે કે, વેતન આયોગની જગ્યાએ કોઈ બીજી રીતે પૈસા વધારવામાં આવે. તેના માટે ફિટમેન્ટને વધારીને ઓટોમેટિક પે રિવીઝનની ફોર્મ્યુલા નવી રીતે બનાવી શકે છે.SS1MS