Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મોદી સરકારમાં ખરાબ પ્રદર્શન કરનારા મંત્રીઓને ઘરભેગા કરાશે

File

મંત્રીમંડળમાં આ ફેરફાર લોકસભા ચૂંટણી પહેલા અંતિમ વખત કરવામાં આવી રહ્યા છે, એટલા માટે બજેટ પહેલાથી મોદી કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે

(એજન્સી)નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટનો વિસ્તાર બહુ જલ્દી થવાનું છે. ૧૪ જાન્યુઆરી બાદ કેબિનેટનો વિસ્તાર થઈ શકે છે. ખરમાસની તુરંત બાદ કેટલાય વિભાગોના મંત્રી બદલાઈ શકે છે. તો વળી અમુક નવા ચહેરાને કેબિનેટમાં જગ્યા મળશે.

ઉપરાંત ખરાબ પ્રદર્શન કરનારા અમુક મંત્રીઓને ઘરભેગા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમુક નામ નક્કી થઈ ગયા છે, જેમને મંત્રીમંડળમાં જગ્યા આપવાની પુરી તૈયારી થઈ ચુકી છે. જાણકારી અનુસાર, કેબિનેટ વિસ્તારમાં વિધાનસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત સારુ પ્રદર્શન કરનારા સાંસદોને પણ મંત્રીમંડળમા જગ્યા મળી શકે છે. ત્યારે આવા સમયે મકરસંક્રાતિ બાદ મોદી કેબિનેટનો વિસ્તાર થઈ જશે. આ દરમિયાન એવું પણ કહેવાય છે કે, કેટલાય મોટા ચહેરાઓને ઘરભેગા કરી દેવામાં આવશે. મંત્રીમંડળમાં આ ફેરફાર લોકસભા ચૂંટણી પહેલા અંતિમ વખત કરવામાં આવી રહ્યા છે.

એટલા માટે બજેટ પહેલાથી મોદી કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકાર સાતે જાેડાયેલ અમુક ખાસ સૂત્રોએ જણાવ્યું છે કે ,કેબિનેટ વિસ્તારમાં ન ફક્ત રોટેશન પોલિસીનું પાલન કરવામાં આવશે, પણ તે સાંસદોને પણ ઈનામ મળશે, જેમણે હાલની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

આ ઉપરાંત અમુક કેબિનેટ મંત્રીઓને સંગઠનમાં સ્થાન આપી શકે છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષ જૂન મહિનામાં કેબિનેટનો વિસ્તાર કર્યો હતો. જેમાં ૧૨ સાંસદોને મોકો મળ્યો હતો. આ વખતે કેબિનેટ વિસ્તારમાં કેટલાય અન્ય ચહેરાને પણ મોકો આપી શકે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers