કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂા.૨૫નો વધારો

Files Photo
ગયા વર્ષમાં કોમર્શિયલ ગેસના ભાવમાં ચાર વખત વધારો થયો હતો
નવી દિલ્હી, વર્ષ ૨૦૨૩ની શરૂઆત થતા જ પહેલા જ દિવસે એલપીજી ગેસમાં ભાવ વધારાનો ડામ આપવામાં આવ્યો છે.
કોમર્શિયલ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે. જાેકે, ઘરવપરાશમાં લેવાતા ડોમેસ્ટિક એલપીજીના સિલિન્ડરનો ભાવ યથાવત રખાયો છે. ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનો ભાવ વધાર્યો છે જેની અસર દરેક શહેરમાં અલગ અલગ રહેશે.
કોમર્શિયલ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરનો ભાવ આજથી ૨૫ રૂપિયા વધી ગયો છે. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ૧૭૬૯ રૂપિયામાં મળશે. કોલકાતામાં ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. ૧૮૭૦ રહેશે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આ બાટલાનો ભાવ ૧૭૨૧ રૂપિયા રહેશે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ સૌથી વધુ ૧૯૧૭ રૂપિયા રહેશે.
અગાઉ ૧ ડિસેમ્બરે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો ન હતો. ડોમેસ્ટિક એલપીજીન ગેસનો બાટલો ૧૪.૨ કિલોનો હોય છે, જ્યારે કોમર્શિયલ વપરાશ માટેના ગેસનો બાટલો ૧૯ કિલોગ્રામ વજનનો હોય છે.
હાલમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઘર વપરાશ માટેના ન્ઁય્ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેથી દિલ્હીમાં તેનો ભાવ સિલિન્ડર દીઠ ૧૦૫૩ રૂપિયા રહેશે. મુંબઈમાં તેનો ભાવ ૧૦૫૨.૫૦ રૂપિયા, કોલકાતામાં ૧૦૭૯ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૦૬૮.૫ રૂપિયા રહેશે.
ઘરેલુ એલપીજી ગેસના ભાવમાં છેલ્લે ૬ જુલાઈ ૨૦૨૨ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે ગેસના બાટલાના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરાયો હતો. છેલ્લા એક વર્ષમાં ઘરેલુ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરનો ભાવ ૧૫૩ રૂપિયા વધી ગયો છે જ્યારે કોમર્શિયલ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરનો ભાવ એક વર્ષમાં ચાર વખત વધારવામાં આવ્યો છે.
કોમર્શિયલ એલપીજીનો ભાવ વધવાના કારણે બહારનું ભોજન મોંઘું પડી શકે છે. કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરનો ઉપયોગ હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં થતો હોય છે. તેથી હોટેલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ભાવ વધારવામાં આવી શકે છે. એલપીજીનો ભાવ હંમેશાથી ભારતમાં એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે અને તેનો ભાવ વધે ત્યારે સીધી અસર ફુગાવા પર પડતી હોય છે.