Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિદેશી યાત્રીઓ માટે ૭ દિવસ ક્વૉરન્ટાઇન ફરજિયાત કરાશે

(એજન્સી)નવી દિલ્હી, દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને ચીનમાં ફરી એકવાર કોરોનાના કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં હવે ભારત સરકારમાં સતર્કતા રાખી રહી છે.

એજ કારણ છેકે, સરકારે નવા વર્ષથી કોરોનાની ખાસ ગાઈડલાઈન અમલી કરી દીધી છે. આ નવી ગાઇડલાઇન પ્રમાણે કર્ણાટકમાં હવે વિદેશથી આવાનારા યાત્રીઓ માટે સાત દિવસ માટે ક્વૉરન્ટાઇન રહેવુ ફરજિયાત કરી દેવામા આવ્યુ છે.

દુનિયાના દેશોની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે, આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર સતર્ક થઇ ચૂકી છે, અને હવે રાજ્ય સરકારોએ પણ આ મામલે મોટા પગલા ભરવાનુ શરૂ કરી દીધુ છે. આ કડીમાં હવે કર્ણાટકની રાજ્ય સરકારે નવી કોરોના ગાઇડલાઇન જાહેર કરીને તમામને સતર્ક રહેવા અપીલ કરી છે.

આ નવી ગાઇડલાઇન પ્રમાણે કર્ણાટકમાં હવે વિદેશથી આવાનારા યાત્રીઓ માટે સાત દિવસ માટે ક્વૉરન્ટાઇન રહેવુ ફરજિયાત કરી દેવામા આવ્યુ છે. કર્ણાટકની બવસરાઇ બમ્મઇ સરકારે શનિવારે આ મામલે ખાસ ડિસીઝન લીધુ છે. વિદેશી યાત્રીઓ માટે હવે કર્ણાટકમાં સાત દિવસ માટે હૉમ ક્વૉન્ટાઇન રહેવુ ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે.

ગાઇડ લાઇનમાં કહેવામાં આવ્યુ છે કે, જાે ચીન, જાપાન, હોંગકોંગ, થાઇલેન્ડ, દક્ષિણ કોરિયા અને સિંગાપુરમાંથી આવાનારા કોઇપણ વિદેશી યાત્રીમાં તાવ, ખાંસી, શરદી, શરીરમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, સ્વાદ, ગંધની કમી, અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો, કે કોરોનાના લક્ષણો છે, તો તેમને તરતજ આઇસૉલેટ કરી દેવામાં આવશે, આ પછી તેને સાત દિવસ માટે નજર હેઠળ રાખવામાં આવશે.

સરકારે કહ્યું કે, સંક્રમિત લોકોની સારવાર પ્રૉટોકોલ પ્રમાણે કરવામાં આવશે, ગાઇડલાઇન અનુસાર દરેક યાત્રીને આરટી-પીસીઆરની નેગેટિવ રિપોર્ટ બતાવ્યા બાદ જ એરપોર્ટ પરથી બહાર જવાની અનુમતી મળશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers