Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વર્ષની શરૂઆતમાં અભિનેત્રી તન્વીએ આપ્યા ગુડ ન્યૂઝ

મુંબઈ, નવા વર્ષની શરૂઆત થતાં જ મનોરંજન જગતમાંથી ગુડ ન્યૂઝ મળવાનો પ્રારંભ થયો છે. ૨૦૨૩માં ટેલિવુડ કપલ તન્વી ઠક્કર અને આદિત્ય કાપડિયા પેરેન્ટ્‌સ બનવાના છે. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની એક્ટ્રેસ તન્વી ઠક્કરે સોશિયલ મીડિયા પર પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે.

ન્યૂયર સ્પેશિયલ પોસ્ટમાં તન્વીએ મા બનવાની હોવાના સમાચાર શેર કર્યા છે. ફિલ્મી પોસ્ટર પર આદિત્ય અને તન્વીએ પોઝ આપ્યો છે. તન્વી અને આદિત્યએ શેર કરેલી તસવીર ફિલ્મના પોસ્ટર જેવી છે. જેમાં સૌથી ઉપર તન્વી અને આદિત્યના નામ લખેલા છે.

ફિલ્મનું ટાઈલ છે ‘પેરેન્ટ્‌સને મળો.’ જેની નીચે લખ્યું છે કે, પહેલા પ્રેમ થાય છે અને પછી બાળક આવે છે. જે બાદ રિલીઝ ડેટમાં જુલાઈ ૨૦૨૩ લખેલું છે એટલે કે તન્વી જુલાઈમાં પહેલા સંતાનને જન્મ આપશે. ફોટોમાં તન્વી અને આદિત્યએ ‘પ્રમોટ ટુ મોમી-ડેડી’ લખેલી ટી-શર્ટ પહેરી છે. આ તસવીર શેર કરતાં તન્વીએ લખ્યું, “૨૦૨૨થી ૩.” સાથે જ તેણે બાળકનું ઈમોજી મૂક્યું છે.

આદિત્ય અને તન્વીએ આ તસવીરો શેર કરતાં જ તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે. ફેન્સ ઉપરાંત તેમના ઈન્ડસ્ટ્રીના મિત્રો પણ અભિનંદ પાઠવી રહ્યા છે. એક્ટર કરણ વી ગ્રોવરે કહ્યું, “અભિનંદન મોમી અને આદિ…ઉપ્સ મારો અર્થ છે ડેડી.” ઐશ્વર્યા શર્માએ લખ્યું, “તમને બંનેને અભિનંદન.” ઉલ્લેખનીય છે કે, તન્વી અને આદિત્યએ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ લગ્ન કર્યા હતા.

તેમની પહેલી મુલાકાત સીરિયલ ‘એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ’ના સેટ પર થઈ હતી. થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ કપલે ૨૦૧૩માં સગાઈ કરી હતી. તેના સાત વર્ષ બાદ તેમણે લગ્ન કર્યા હતા. હવે તેઓ માતાપિતા બનવા જઈ રહ્યા છે.

ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની વાત કરીએ તો, તન્વીએ કામિની મલ્હોત્રાને શોમાં રિપ્લેસ કરી હતી. આ શોમાં તન્વીએ શિવાની બુઆનું પાત્ર ભજવ્યું હતું. લાંબો સમય સુધી આ રોલ કર્યા બાદ શોમાં લીપ આવ્યો ત્યારે તન્વીએ સીરિયલ છોડી દીધી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers