Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ન્યૂ યર પર કરીનાએ શેર કર્યો પર્ફેક્ટ ફેમિલી ફોટો

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષને આવકાર્યું. કોઈએ મિત્રો સાથે તો કોઈ પરિવારના સભ્યો સાથે ઉજવણી કરી. કરીના કપૂર અને સૈફ અલી ખાને બંને દીકરા તૈમૂર અને જેહ સાથે સ્ટાઈલિશ અંદાજમાં સ્વિત્ઝર્લેન્ડના સ્ટડમાં પાર્ટી કરી હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી બેબોએ એક પર્ફેક્ટ ફેમિલી ફોટો શેર કર્યો છે, જે ખૂબ જ સુંદર છે. જણાવી દઈએ કે, પટૌડી પરિવાર ઘણા દિવસથી મુંબઈમાં નથી. તેઓ સૌથી પહેલા લંડન ગયા હતા, જ્યાં તૈમૂરનો બર્થ ડે અને ક્રિસમસ મનાવી હતી. ત્યારબાદ તેઓ સ્ટડ પહોંચ્યા, જે તેમનું ઓલટાઈમ ફેવરિટ ડેસ્ટિનેશન છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં, કરીના કપૂરે ગ્રીન કલરનો શિમરી થાઈ-હાઈ સ્લીટ ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેણે સિલ્વર હાઈ હીલ્સ અને ગળામાં નેકલેસ પહેર્યો છે. લૂકને પૂરો કરતાં વાળ બાંધીને રાખ્યા છે અને મિનિમલ મેકઅપ કર્યો છે.

બીજી તરફ બ્લેક કલરના થ્રી-પીસ સૂટમાં સૈફ ડેશિંગ લાગી રહ્યો છે. તૈમૂરે પપ્પા સાથે ટિ્‌વનિંગ કરતાં વ્હાઈટ શર્ટ, બ્લેક બ્લેઝર, ટાઈ અને બેઝ પેન્ટ પહેર્યું છે. તેમાં તે સ્માર્ટ લાગે છે.

આ ફોટોમાં જેહની ક્યૂટનેસ જાેવા જેવી છે. તે મમ્મીનો હાથ પકડીને ઉભો છે અને ગ્રે ટીશર્ટ, બ્લેક પેન્ટ, વ્હાઈટ શૂઝ તેમજ બ્લેક જેકેટ પહેર્યું છે. હંમેશાની જેમ આ વખતે પણ તેનું ધ્યાન કેમેરા સામે નથી. કેપ્શનમાં લખ્યું છે ‘આપ તમામને શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ મળે..૨૦૨૩’. બહેન કરિશ્મા કપૂર અને BFF મનિષ મલ્હોત્રાએ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે.

આ પહેલા તેણે તૈમૂરની એક તસવીર શેર કરી હતી. જેમાં તેણે ગોગલ્સ પહેર્યા હતા અને જીભ બતાવી રહ્યો હતો. આ સાથે તેણે વિક્ટ્રી સાઈન કરી હતી. ન્યૂ યર સેલિબ્રેશન માટે તે ભારે ઉત્સાહિત હતો તેમ તસવીર પરથી લાગી રહ્યું છે. કરીનાએ કેપ્શનમાં લખ્યું હતું ‘બિગ મૂડ… ૨૦૨૩… મારો ટિમ ટિમ’. માસી કરિશ્મા કપૂરે કોમેન્ટ સેક્શનમાં હગ ઈમોજી ડ્રોપ કર્યું હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers