Western Times News

Gujarati News

નોટબંધીના ર્નિણયને પડકારતી તમામ અરજીઓ સુપ્રીમે ફગાવી

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર ૨૦૧૬ના ર્નિણયને પડકારતી અરજીઓને ફગાવીને દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, નોટબંધીમાં કોઈ ગડબડી નથી. સરકારના આ પગલાથી રાતોરાત ૧૦ લાખ કરોડ રૂપિયા સર્ક્‌યુલેશનમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જસ્ટિસ એસ. એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજાેની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આ ર્નિણયથી કેન્દ્રને મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ ર્નિણયને ઉલટાવી શકાય નહીં. તે સાથે જ કોર્ટે તમામ ૫૮ અરજીઓ પણ ફગાવી દીધી હતી. નોટબંધીના ર્નિણયમાં કોઈ ભૂલ નથી. કોર્ટે કહ્યું કે, રેકોર્ડની તપાસ કર્યા પછી, જાણવા મળ્યું છે કે ર્નિણય લેવાની પ્રક્રિયા ફક્ત એટલા માટે ભૂલભરેલી ન હોઈ શકે કારણ કે તે કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયેલ ભલામણ શબ્દને વૈધાનિક યોજનામાંથી સમજવો જાેઈએ. રેકોર્ડ પરથી એવું જણાય છે કે આરબીઆઈ અને કેન્દ્ર વચ્ચે ૬ મહિનાના છેલ્લા સમયગાળામાં વાતચીત થઇ હતી પછી આ ર્નિણય થયો હતો.

નોટબંધી સામેની અરજીઓથી લઈને તેને ફગાવવા સુધીનો ઘટનાક્રમ નવેમ્બર ૮, ૨૦૧૬ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટોને બંધ કરવાની જાહેરાત કરી. ૯ નવેમ્બર, ૨૦૧૬ઃ આ ર્નિણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી. ડિસેમ્બર ૧૬, ૨૦૧૬ઃ તત્કાલિન ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરની આગેવાની હેઠળની બેન્ચે આ મામલાને પાંચ જજાેની મોટી બેંચને મોકલી આપ્યો.

૧૧ ઓગસ્ટ, ૨૦૧૭ઃ આરબીઆઈએ અહેવાલ આપ્યો કે નોટબંધી દરમિયાન ૧.૭ લાખ કરોડ રૂપિયાની અસામાન્ય રકમ જમા કરવામાં આવી હતી. એવી પણ માહિતી આપવામાં આવી હતી કે નોટબંધીને કારણે બેંકિંગ સિસ્ટમમાં ૨.૮ થી ૪.૩ લાખ કરોડ રૂપિયાની વધારાની રકમ જમા થવાનો અંદાજ છે. ૨૩ જુલાઈ, ૨૦૧૭ઃ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં આવકવેરા વિભાગ દ્વારા મોટા પાયે સર્ચ, જપ્તી અને સર્વેક્ષણમાં ૭૧,૯૪૧ કરોડ રૂપિયાની અઘોષિત આવક બહાર આવી છે.

૨૫ ઓગસ્ટ, ૨૦૧૭ઃ આરબીઆઈ રૂ. ૫૦ અને રૂ. ૨૦૦ની નવી નોટો બહાર પાડી. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ઃ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ એસએ નઝીરની અધ્યક્ષતામાં બંધારણીય બેંચની રચના કરી. તેમણે એમ પણ કહ્યું કે નોટબંધીને પડકારતી અરજીઓ એક શૈક્ષણિક કવાયત છે કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે.

૭ ડિસેમ્બર, ૨૦૨૨ઃ સુપ્રીમ કોર્ટે નોટબંધીને પડકારતી અરજીઓ પર આદેશ અનામત રાખ્યો. કેન્દ્ર અને આરબીઆઈને અવલોકન માટે સંબંધિત રેકોર્ડ મૂકવાનો નિર્દેશ આપ્યો.
૨ જાન્યુઆરી, ૨૦૨૩ઃ જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની ૫ જજાેની બંધારણીય બેન્ચે ૪ઃ૧ની બહુમતી સાથે નોટબંધીના ર્નિણયને સમર્થન આપ્યું હતું. બેન્ચે કહ્યું કે આર્થિક ર્નિણયો બદલી શકાય નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.