Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૩૨૭, નિફ્ટીમાં ૯૨ પોઈન્ટનો ઊછાળો નોંધાયો

મુંબઈ, ૨૦૨૩નું પ્રથમ ટ્રેડિંગ સત્ર રોકાણકારો માટે નફાકારક હતું. બજારની શરૂઆત લગભગ સપાટ થઈ હતી, પરંતુ દિવસ દરમિયાન તેણે વેગ પકડ્યો હતો અને સત્રના અંત સુધી તેને જાળવી રાખ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૩૨૭.૦૫ પોઈન્ટ અથવા ૦.૫૪ ટકા વધીને ૬૧,૧૬૭.૭૯ પર અને નિફ્ટી ૯૨.૧૫ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકાના ઉછાળા સાથે ૧૮,૧૯૭.૪૫ પર બંધ થયો હતો. આજે ભારતીય શેરબજારમાં આજે દબદબો રહ્યો હતો. આજે દિવસભર મેટલ શેરોમાં ફોકસ રહ્યું હતું. સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ટોપ ગેઇનર છે. આજે ડોલર સામે રૂપિયો ઘટીને બંધ રહ્યો હતો.

આજે ફાર્મા, કન્ઝ્‌યુમર ડ્યુરેબલ અને હેલ્થકેર સિવાય લગભગ તમામ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. મેટલ, આઈટી, મીડિયા અને એફએમજીસી ઈન્ડેક્સમાં ખરીદારી જાેવા મળી હતી.

બીએસઈ સેન્સેક્સ પેકમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, એમએન્ડએમ, એનટીપીસી, રિલાયન્સ, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક, એચડીએફસી, પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, આઈટીસી, એલએન્ડટી, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફિનસર્વ, વિપ્રો, એચસીએલ ટેક, એચડીએફસી બેંક, ટીસીએસ, બજાજ ફાઇનાન્સ અને મારુતિ સુઝુકી વધનારાઓમાં હતા. જ્યારે એશિયન પેઇન્ટ, ટાઇટન, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, નેસ્લે, એચયુએલ અને એસબીઆઇ ઘટેલા શેરોમાં હતા.

એશિયાઈ બજારોમાં બેંગકોક, હોંગકોંગ, તાઈપેઈ અને શાંઘાઈના બજાર લીલા નિશાનમાં બંધ થયા છે. શુક્રવારના સેશનમાં અમેરિકી બજારો લાલ નિશાનમાં બંધ થયા છે. ક્રૂડ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પણ ૮૬ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

ડોલર સામે રૂપિયો ૧૪ પૈસાના ઘટાડા સાથે ૮૨.૭૫ પર બંધ થયો હતો. આજે સવારથી જ ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હતો. રૂપિયો ૫ પૈસા નીચામાં ૮૨.૬૬ પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન વધુ ઘટ્યો હતો. અગાઉના સત્રમાં ડોલર સામે રૂપિયો ૧૫ પૈસા ઘટીને ૮૨.૭૨ના સ્તર પર બંધ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.