Western Times News

Gujarati News

ગીરના સિંહ સુરેન્દ્રનગરના ચોટીલા સુધી પહોંચ્યા

Files Photo

મોડી સાંજે ચોટીલા પાસે સિંહોને જાતાં જ ગ્રામજનોમાં ગભરાટઃ વન વિભાગના
અધિકારીઓએ શરૂ કરેલી કાર્યવાહી

અમદાવાદ: સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતનાં ગીરના જંગલમાં જાવા મળતાં એશિયાટીક સિંહોની વસ્તીમાં વધારો થતાં આજે ગીરના જંગલમાં સિંહોની સંખ્યા ૬૦૦ જેટલી થઈ ગઈ છે અને હવે જંગલ પણ નાનું પડવાં લાગતાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સુધી સિંહો લટાર મારતાં જાવા મળે છે.

પરંતુ ગઈકાલે રાત્રે ગીરના જંગલમાં સિંહો છેક સુરેન્દ્રનગરના ચોટીલા સુધી પહોંચી ગયા છે. સ્થાનિક નાગરીકોએ ચોટીલા પાસેનાં જંગલમાં સિંહોને જાતાં તાત્કાલિક જંગલ વિભાગના અધિકારીઓને જાણ કરતાં જ અધિકારીઓ પણ દોડી આવ્યાં હતા અને સિંહોને પરત ગીરના જંગલો સુધી લઈ જવાની તજવીજ શરૂ કરી હતી.

ગુજરાતની શાન ગણાતાં એશિયાટીક સિંહોની જાળવણી માટે રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષાેથી મહ¥વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે અને સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવતાં ધીમે ધીમે સિંહોની સંખ્યા વધવા લાગી છે. ગીરના જંગલમાં જાવા મળતાં સિંહો અમરેલીના છેવાડાના વિસ્તારો સુધી પહોંચી ગયા હતા ત્યારબાદ છેલ્લાં કેટલાંક સમયથી ભાવનગરનાં જંગલોમાં પણ ગીરના સિંહ પ્રવેશી ગયાં છે.

ત્યારબાદ સિંહોની સંખ્યા વધતાં હવે આ જંગલ નાનું પડવા લાગ્યું છે અને અનેક વખત અમરેલી, જૂનાગઢ જિલ્લાઓમાં રહેણાંકના વિસ્તારોમાં સિંહ લટાર મારતાં જાવા મળે છે.

એશિયાટીક સિંહોની સાચવણી માટે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલાં પ્રયાસનો પરીણામ જાવા મળી રહ્યો છે. આજે સિંહોની સંખ્યા ૬૦૦ જેટલી થઈ ગઈ છે. અને ગઈકાલે આ સિંહો લટાર મારતાં છેક સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા સુધીના જંગલોમાં આવી પહોંચ્યા હતા. કેટલાંક નાગરીકોએ સિંહોને જાતાં જ રોમાંચિત થઈ ગયા હતાં.

જાકે પ્રથમ વખત ચોટીલા નજીક સિંહ જાવા મળતાં ગ્રામ્યજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.  નાગરીકોએ આ અંગે વનવિભાગને જાણ કરતાં વનવિભાગના અધિકારીઓ દોડી આવ્યાં હતા અને જંગલમાં પહેરો ગોઠવી સિંહોને પરત જૂનાગઢ જંગલ સુધી લઈ જવાની તજવીજ શરૂ કરી છે. અને ગ્રામજનોને સિહોથી નહીં ગભરાવાનું જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.