Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પશુ સરક્ષણ અધિનીયમ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ) નડીયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ખેડા નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અંગે ડી.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા- નડીયાદ નાઓની સુચના મુજબ સ્ટાફના અહેડકો હેમંતકુમાર, અહેડકો. વનરાજભાઇ, અહેડકો જીગ્નેશભાઇ, પો.કો દશરથભાઇ તથા પો.કો યશપાલસિહ નાઓ ચાર્ટર સંબંધી કામગીરી માટે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અહેડકો હેમંતકુમાર તથા અહેડકો વનરાજભાઇ નાઓને સયુક્ત બાતમી હકીકત મળેલ કે મહુધા પોલીસ સ્ટેશનના પાર્ટ બી ગુ.ર.ન.૧૧૨૦૪૦૩૯૨૨૦૧૯૨/૨૦૨૨ પશુ સરક્ષણ અધિનીયમની કલમ ૫(૧),૬(બી), (૧),૬(બી), ૬(બી)૨, ૬(બી)૩,૮(૪) વિગેરે મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી નામ ઇમ્તીયાજમીયા ઉર્ફે ઇમુ અનવરમીયા શેખ રહે. અનારા, શેખવાડી, તા.કઠલાલ જી.ખેડા નાઓ પોતાના ગામ અનારા તા.કઠલાલ ખાતે આવેલ હોવાની હકીકત મળતા સાથેના પોલીસ માણસો સાથે તેના ઘરેથી લાવી મહુધા ટી પોઇન્ટ ખાતે પુછપરછ કરતા સદર આરોપી ઉપરોક્ત ગુનાની કબુલાત કરતો હોય જેથી સદર આરોપીને તા.૦૩/૦૧/૨૦૨૩ કલાક.૧૪/૦૦ વાગે સી.આ.પી.સી ૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી મહુધા પો સ્ટે ખાતે સોપી કાયદેસરની કાર્યવાહી કરી કરવામાં આવેલ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version