Western Times News

Gujarati News

સાઈડ નહીં આપતાં રીક્ષા ચાલકે એસ.ટી. ચાલકને ઢોર માર માર્યો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક તરફ ટ્રાફીક પોલીસ ઠેર ઠેર ઉભી રહીને ટ્રાફીકને સમસ્યાનો અંત લાવવા માટે પ્રયતનશીલ છે બીજી તરફ અધીરા બનેલા કેટલાક વાહન ચાલકો ઉતાવળમાં ઓવરટેક કરવા જતા અન્ય વાહન ચાલકો સાથે અકસ્માત કરી બેસે છે જ્યારે કેટલાંક ચાલકો બીજા સાથે મારામારી કરતા હોય છે આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.

શહેરના સોથી વધુ વ્યસ્ત રસ્તાઓમા એક પાલડી નજીક એસટી બસના ડ્રાઈવરે ટ્રાફીકને કારણે સાઈડ ન આપતાં ઉશ્કેરાયેલા રીક્ષા ચાલકે ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો બાદમા ડ્રાઈવરે કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ આવે એ પહેલાં જ રીક્ષાચાલક રફૂચક્કર થઈ ગયો હતો. ઉસ્માનભાઈ વડગામા સુરેન્દ્રનગર એસટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે વીસ વર્ષથી નોકરી કરતા ઉસ્માનભાઈ ગઈકાલે સવારે છ વાગ્યે વિરમગામથી દાહોદ જવા માટે નીકળ્યા હતા સવારે સાત વાગ્યે તે અમદાવાદ પાલડી નજીક આવેલા મહાલક્ષ્મી ચાર રસ્તા ખાતે પહોચ્યા એ વખતે પાછળ આવતો રીક્ષાચાલક વારવાર હોન મારી રહ્યા હતો

જેને સાઈડ આપ્યા બાદ ઉસ્માનભાઈ પાલડી ચાર રસ્તા ખાતે આવેલાં સિગ્નલ આગળ એસટી બસ ઉભી રાખી હતી જ્યા રીક્ષા ચાલક બાજુમાં જ આવીને ઉભો રહ્યો હતો અને ઉસ્માનભાઈને હોર્ન મારવા છતા સાઈડ કેમ નથી આપતો કહીને ગાળો બોલી હતી જેનો પ્રતિકાર કરતા ઉશકેરાયેલા રીક્ષા ચાલકે એસટી બસમાંથી ઉસ્માનભાઈને ઉતારીને જાહેર રોડ ઉપર જ ઢોર માર્યો હતો.

આ ઘટના પગલે ખુબ જ વ્યસ્ત એવા પાલડી ચાર રસ્તા ખાતે ટ્રાફીક જાળમાં દૃશ્યો સર્જાયા હતા જ્યારે બસમાં બેઠેલાં મુસાફરો પણ
ગભરાઈ ગયા હતા

આ દરમિયાન ઉસ્માનભાઈ પોલીસને જાણ કરતા રીક્ષા ચાલક પોલીસ આવે એ પહેલાં જ જલારામ મંદીર તરફ પોતાની રીક્ષા ભગાવી મુકી હતી. દરમિયાન પોલીસ આવી જતા ઉસ્માનભાઈ પાલડી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ પોતાની ફરીયાદ નોધાવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.