ઝઘડિયાના તરસાલી પ્રાથમિક શાળા ખાતે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતેની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ખ્વાજા નસીરૂદ્દીન ચિસ્તી ટ્રસ્ટ વતી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથે સાથે પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વાલીઓએ પોતાના બાળકો પર ધ્યાન આપી વધુમાં વધુ શિક્ષિત બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી.
તરસાલી પ્રાથમિક શાળા એસએમસી પ્રમુખ માખદુમ ભાઈ તેમજ એસએમસીના અન્ય સભ્યો અને ખ્વાજા નસીરૂદ્દીન ચીસ્તી ટ્રસ્ટના સભ્યો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે ગુજરાત શિક્ષણ સંઘના ઉપપ્રમુખ અને ભરૂચ જીલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ બચુંભાઈ વસાવા,તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ઈશ્વર વસાવા,આચાર્ય અબ્બસ માંસ્ટર, સૈયયદ કાદર બાપુ,મોઈન ડોકટર તેમજ ખ્વાજા નસીરૂદ્દીન ચિશ્તી ટ્રસ્ટના સભ્યો,ગ્રામ વિકાસ ટ્રસ્ટના સભ્યો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ખ્વાજા નસીરૂદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન,ગરીબોને અનાજની કિટનું વિતરણ તેમજ સમાજને લગતી અન્ય કામગીરી અવર નવર કરવામાં આવે છે.