Western Times News

Gujarati News

કાર્નિવલમાં આદિત્ય ગઢવીને 5.50 લાખ અને સાંઈરામને 4 લાખ ફી ચુકવાઈ

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક મોટા કલાકારોના પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા જેના પેટે આ કલાકારોને તગડી ફી ચુકવવામાં આવી છે

જયારે કાર્નિવલના દિવસો દરમિયાન ઝુ, બાલવાટિકા, ગીફટ સીટી, ટ્રોય ટ્રેન, વગેરેમાં તંત્રને ધરખમ આવક થઈ છે.
શહેરના ઐતિહાસિક કાંકરિયા તળાવ પરિસરમાં ર૦રરના અંતિમ સપ્તાહ દરમિયાન યોજાયેલ કાંકરિયા કાર્નિવલમાં મ્યુનિ. કોર્પો. દ્વારા સાંઈરામ, જીગ્નેશ બારોટ સહિત અનેક પ્રખ્યાત કલાકારોના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા

જે પેટે ભુમિક શાહને રૂા.૩.૭પ લાખ, જીગ્નેશ બારોટને રૂા.૪.પ૦ લાખ સાંઈરામ દવે ને રૂા.૪ લાખ, વિજય સુવાણાને ૩.પ૦ લાખ અને આદિત્ય ગઢવીને રૂા.પ.પ૦ લાખ ચુકવવામાં આવ્યા હતાં. મ્યુનિ. કોર્પો. દ્વારા ર૦૧૯માં પણ ગીતાબેન રબારી, સાંઈરામ દવે સહિતના કલાકારોને રૂા.૩ થી ૬ લાખ સુધીની રકમ ચુકવવામાં આવી હતી.

કાર્નિવલના દિવસો દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનને ટ્રોય ટ્રેન પેટે રૂા.૧૯૦૮૦૭ અને કિડસ સીટીમાં રૂા.૧૦પ૭૪૦ ની આવક થઈ હતી રપ ડીસેમ્બરથી ૩૧મી ડીસેમ્બર દરમિયાન ૩૩૪૧૪ સહેલાણીઓએ અને ૧૪૩૯ નાગરિકોએ કિડઝ સીટીનો લાભ લીધો હતો

તેવી જ રીતે આ દિવસો દરમિયાન મ્યુનિ. કોર્પો.ને પ્રાણી સંગ્રહાલયમાંથી રૂા.૪૬૮૯૦, બાલવાટિકામાં રૂા.૩૭૩૦૦, બટર ફલાય પાર્કમાં રૂા.૧૧૬૦૦૦ અને નોકટરનલ ઝુ માં રૂા.૩૧૭૩૦૦ની આવક થઈ હતી આમ કાર્નિવલ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનને રૂા.૩૬ કરોડની આવક થઈ હતી.

ઝુ , બાલવાટિકા, બટર ફલાય પાર્ક, અને નોકટનલ ઝુમાં કાર્નિવલના દિવસો દરમિયાન ૧૦૬૧૦પ લોકોએ મુલાકાત લીધી હતી જે પેટે રૂા.૩૩.૭૩ કરોડની આવક થઈ હતી. ૧લી જાન્યુઆરીએ આ ચાર સ્થળે ૩૩૦પ૭ નાગરિકોએ મુલાકાત લીધી હતી જેની સામે રૂા.૧૦.પ૬ લાખની માતબર આવક એક જ દિવસમાં થઈ હતી.

રપ ડીસેમ્બરથી ૩૧ ડીસેમ્બર દરમિયાન સૌથી વધુ ૭૬૪૦૦ મુલાકાતીઓએ નોકટનલ ઝુની મુલાકાત લીધી હતી. જયારે બટરફલાય પાર્કમાં ૧ર૮૦૦ અને બાલવાટિકામાં ૧૩૬૦૦ નાગરિકોએ મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.