Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિરાટ-અનુષ્કા દુબઈમાં ન્યૂયર મનાવી વૃંદાવન પહોંચ્યા

મુંબઈ, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બુધવારે પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચ્યો હતો. અહીં બંનેએ બાબા નીમ કરૌલીના દર્શન કર્યા હતા. વિરાટ અને અનુષ્કાને પ્રસાદ રૂપે કામળો આપવામાં આવ્યો હતો. વિરાટ-અનુષ્કાના આખા કાર્યક્રમને ગુપ્ત રાખવામાં આવ્યો હતો.

સ્થાનિક મીડિયાને પણ આ વાતની જાણકારી નહોતી મળી શકી. ઉલ્લેખનીય છે કે, સમાધિ સ્થળના દર્શન કર્યા પછી વિરાટ-અનુષ્કાએ કુટિરમાં ધ્યાન પણ કર્યું હતું. વિરાટ અને અનુષ્કા ગત વર્ષે નવેમ્બરમાં નૈનીતાલમાં આવેલા બાબા નીમ કરૌલીના કેંચીધામમાં પણ દર્શન માટે પહોંચ્યા હતા.

બુધવારે વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે બાંકેબિહારીની નગરી વૃંદાવન પહોંચ્યા હતા. તેમણે બાબા નીમ કરોલીના સમાધિ સ્થળે દર્શન કર્યા હતા.

વિરાટ-અનુષ્કા તેમના આશ્રમમાં આશરે એક કલાક સુધી રોકાયા હતા. તેમણે બાબા નીમ કરૌલીની પ્રતિમા સમક્ષ ઊભા રહીને હાથ જાેડ્યા હતા. સમાધિ સ્થળે દર્શન કર્યા બાદ તેમણે કુટિરમાં ધ્યાન કર્યું હતું. જે બાદ તેઓ આનંદમયી આશ્રમમાં જવા રવાના થયા હતા.

તેમને આખો કાર્યક્રમ ગોપનીય રાખવામાં આવ્યો હતો. આનંદમયી આશ્રમમાં મીડિયાને પ્રવેશ નહોતો અપાયો. વિરાટ અને અનુષ્કા બુધવારે બપોરે વૃંદાવન આવવાના હતા પરંતુ તેઓ સવારે જ નીમ કરોલી આશ્રમ પહોંચી ગયા હતા. તેમનો કાર્યક્રમ સંપૂર્ણપણે ગુપ્ત રખાયો હતો.

અહેવાલ પ્રમાણે, વિરાટ-અનુષ્કા મથુરા આવ્યા એ પહેલા અહીં હોટેલમાં રૂમ પણ બુક કરાયા હતા. વિરાટ અને અનુષ્કાને પ્રસાદ તરીકે કામળા આપવામાં આવ્યા હતા. બંનેએ બાલ ભોગ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિરાટ અને અનુષ્કા બંને બાબા નીમ કરૌલી મહારાજમાં ખૂબ આસ્થા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, હાલ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ટી-૨૦ સીરીઝ રમી રહી છે.

જાેકે, આ સીરીઝમાંથી વિરાચને આરામ અપાયો છે. ટી-૨૦ બાદ શ્રીલંકા અને ભારત વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝ રમાશે જેમાં વિરાટ કોહલી રમશે. અનુષ્કાની વાત કરીએ તો, તે ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’થી ચાર વર્ષ બાદ કમબેક કરી રહી છે. આ ફિલ્મ ૨૦૨૩માં રિલીઝ થવાની છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version