Western Times News

Gujarati News

2023માં USના સ્ટુડન્ટ વિઝા મેળવવામાં મેક્સિકો પછી ભારત બીજા સ્થાને રહેશે

પ્રતિકાત્મક

વર્ષ 2022માં અમેરિકાએ લગભગ 1,25,000 વિદ્યાર્થી વિઝા F1 કેટેગરીમાં મંજુર કર્યા છે.

વિઝાની પ્રક્રિયા ઝડપી બનાવવાના યુએસના પ્રયાસોને હાઇલાઇટ કરતાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે આ મહત્વપૂર્ણ કામ કરવા માટે યુએસ વિદેશી અને સેવા કર્મચારીઓની ભરતી બમણી કરી છે.

વિઝા પ્રક્રિયા અપેક્ષા કરતા વધુ ઝડપથી પુનઃપ્રાપ્ત થઈ રહી છે અને અમે આગામી વર્ષોમાં પ્રી-પેન્ડેમિક પ્રોસેસિંગ સ્તર સુધી પહોંચવાની અપેક્ષા રાખીએ છીએ. ભારતમાં 2023 સુધીમાં ભારતના વિદ્યાર્થીઓને હાયર સ્ટડી માટેના એફ-1 વિઝાની સંખ્યામાં ચીનને પાછળ છોડી દેશે અને વિઝા આપવામાં મેક્સિકો પછી બીજા સ્થાને રહેશે.

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ) અનુસાર, 2021માં 2,32,851 ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે યુએસએ ગયા હતા. 2021માં યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 12%થી વધુનો વધારો થયો હતો.  US issued nearly 1.25 Lakh student visas to Indians in 2022, sets new record for number of visas granted.

અમેરિકા અને ભારત વચ્ચે સંબંધોમાં સકારાત્મ બદલા થઇ રહેલા જોવા મળી રહ્યા છે. એટલા માટે આ વાત સાબિત થઇ રહેલી છે કારણ કે યુએસ એમ્બેસીએ આ વખતે 1.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝાને મંજુરી આપી  જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટના એક પ્રવક્તાએ આ જાણકારી આપી હતી.

ભારતમાંથી આ વર્ષે 30 નવેમ્બર, 2022 સુધીમાં 6.46 લાખ સ્ટુડન્ટ સુધીમાં હાયર સ્ટડી માટે વિદેશ ગયા છે. જે ગયા વર્ષે 2021માં આખા વર્ષ દરમ્યાન 4.44 લાખ હતા. જેમાં મુખ્યત્વે સ્ટુડન્ટ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા પસંદ કરે છે.

ભૂતકાળના ડેટા અનુસાર, સંખ્યાઓ વર્ષોથી સતત વધી રહી છે. 2017 માં, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 4,54,009 હતી; 2018 માં 5,17,998; 2019 માં 5,86,337. 2020 માં, રોગચાળાને કારણે તે ઘટીને 2,59,655 થઈ ગયો.

ભારતીય પ્રવાસીઓ માટે વિઝા બેકલોગ જારી કરવામાં વિલંબ અંગેના પ્રશ્નના જવાબમાં, તેમણે સ્વીકાર્યું કે વિલંબ થયો છે, પરંતુ ભારતમાં અમારા દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસોએ એક સાથે જ વિદ્યાર્થી વિઝાની સંખ્યાનો તેમનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

નાણાકીય વર્ષ 2022 માં, અમેરિકાએ લગભગ 1,25,000 ભારતીય વિદ્યાર્થી વિઝા મંજુર કર્યા છે.

નવી દિલ્હીમાં યુ.એસ. એમ્બેસીના એમ્બેસેડર અતુલ કેશપે જણાવ્યું: “યુનાઈટેડ સ્ટેટ્સમાં અભ્યાસ એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક અનોખો અને જીવન બદલતો અનુભવ છે.

ભારતીય વિદ્યાર્થીઓ યુએસ સમાજને પણ સમૃદ્ધ બનાવે છે, ઉચ્ચ સ્તરની શૈક્ષણિક સફળતા હાંસલ કરે છે અને બંને દેશો વચ્ચે મિત્રતાના બંધનને ગાઢ બનાવે છે. ભારતમાં યુએસ મિશનની ઘણી મહેનતુ મહિલાઓ અને પુરુષોને તેમની મુસાફરી અને અભ્યાસની સુવિધા આપવા બદલ ગર્વ છે.”

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.