Western Times News

Gujarati News

ટ્રેનના દરવાજે બેસીને હેન્ડલને પકડીને ઝૂમવાના ફોટા પર સોનુ સૂદે માફી માગી

મુંબઈ, કોવિડ ૧૯ના કારણે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન સોનુ સૂદે લાખો પરપ્રાંતીય મજૂરોને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. માત્ર એક ફોન અથવા ટ્‌વીટ પર તે અને તેની ટીમ લોકોની મદદ કરવા માટે પહોંચી જતાં હતા. તે સમયે તેને મસીહાનું બિરુદ આપવામાં આવ્યું હતું અને વાહવાહી પણ ખૂબ થઈ હતી. એક્ટરે સેવા આપવાનું બંધ કરી દીધું તેવું નથી.

તે હજી પણ જરૂરિયાતમંદો પ્રત્યે પોતાનો હાથ લંબાવવા માટે તત્પર રહે છે. પરંતુ, હાલમાં તેણે એક એવી હરકત કરી હતી જેના કારણે તે ન માત્ર ટ્રોલ થયો પરંતુ રેલવે વિભાગે પણ સલાહ આપી. જે બાદ તેણે સોશિયલ મીડિયા પર માફી માગવાનો વારો આવ્યો. વાત એમ છે કે, સોનુ સૂદે થોડા દિવસ પહેલા તેના ટિ્‌વટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ચાલુ ટ્રેનના દરવાજા પર બેઠેલો જાેવા મળ્યો. જેવી ટ્રેન સ્પીડ પકડે છે કે તરત તે હેન્ડલ પકડી લે છે અને ઠંડી હવાનો આનંદ લેવા લાગ્યો.

આ જાેઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ક્રોધિત થયા હતા અને તેને બેરદકાર કહ્યો હતો. એકે કોમેન્ટ કરતાં લખ્યું હતું દેશભરમાં ઘણા લોકો માટે એક રોલ મોડેલ હોવા તરીકે તમારે આવા વીડિયો અથવા પોસ્ટ શેર કરી અન્યને પ્રોત્સાહિત ન કરવા જાેઈએ. જાે તમે આ રીતે ચાલુ ટ્રેનના દરવાજા પર બેસી વીડિયો બનાવવા લાગ્યા તો તમારા જીવને જાેખમ રહેશે. તો એકે લખ્યું હતું સોનુ સૂદ આ ખતરનાક છે.

હવે, મુંબઈ રેલવે પોલીસનું રિએક્શન સામે આવ્યું છે, તેમણે ઓફિશિલ ટિ્‌વટર હેન્ડલ પરથી લખ્યું છે ‘ચાલુ ટ્રેનના દરવાજા પર બેસવું તે ફિલ્મોમાં ‘મનોરંજન’નું સૂત્ર હોઈ શકે, પરંતુ અસલ જીવનમાં નહીં! તમામ માટે સુરક્ષાની ગાઈડલાઈનનું પાલન કરીએ અને હેપ્પી ન્યૂ યરની સુરક્ષાની ખાતરી કરીએ. ઉત્તર રેલવેએ પણ એક ટ્‌વીટ કર્યું અને લખ્યું પ્રિય સોનુ સૂદ, દેશ અને દુનિયાના લાખો લોકો માટે તમે આદર્શ છો.

ટ્રેનના દરવાજા પર બેસી યાત્રા કરવી ખતરનાક છે, આ પ્રકારના વીડિયોથી ફેન્સને ખોટો મેસેજ મળી શકે છે. મહેરબાની કરીને તેમ ન કરો. સરળ અને સલામત પ્રવાસનો આનંદ માણો. સોનુ સૂદે રેલવે વિભાગની માફી માગતા લખ્યું ક્ષમા માગુ છું, બસ એમ જ જાેવા બેસી ગયો હતો કે તે લાખો ગરીબો જેમનું જીવન હજી પણ ટ્રેનના દરવાજા પર પસાર થાય છે તેઓ કેવું અનુભવતા હશે. આ મેસેજ અને દેશની રેલવે વ્યસ્થાને સારી બનાવવા માટે આભાર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.